ARAVALLIBAYAD

અરવલ્લી જિલ્લામા મમતા દિવસની ઉજવણી કરવામાં આવી

કિરીટ પટેલ બાયડ

અરવલ્લી જિલ્લામાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી
મમતા દિવસે માતા અને બાળકના સ્‍વાસ્‍થ્‍ય સબંધી તમામ તપાસ તથા સારવાર થાય છે તેમજ માતા મરણદર અને બાળ મરણદરને અટકાવવા માટેની મુહિ
ગુજરાત સરકારશ્રી દ્વારા માતા અને બાળકને આરોગ્યની તપાસ સેવાઓ મળી રહે તે માટે મમતા દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.માતા અને બાળકને આરોગ્‍યની તમામ સેવાઓ મળી રહે તે માટે સરકારશ્રીએ મમતા દિનની ઉજવણી કરવાનું નકકી કરેલ છે.
મમતા દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લા પ્રા.આ.કેન્‍દ્ર/સા.આ.કેન્‍દ્ર કક્ષાએ સોમવારે તથા સબસેન્‍ટ કક્ષાએ તથા અન્‍ય ગામોએ નકકી કરેલ સ્‍થળે અને બુધવારના દિવસે આરોગ્‍ય વિષયક કામગીરી કરવામાં આવે છે.જેમાં,ધાત્રી માતાની તપાસ,૦ થી ૫ વર્ષ સુધીનાં તમામ બાળકોને રસીકરણ તથા તપાસ અને વૃધ્‍ધિ વિકાસ અંગેના ચાર્ટ બનાવવામાં આવે છે.કિશોરી શકિતની બહેનોને કાઉન્‍સેલીંગ ધ્‍વારા આરોગ્‍ય વિષયક જાણકારી.
સગર્ભા માતાની હિમોગ્‍લોબીન તપાસ, બી.પી., યુરીન તપાસ હાઇરીસ્‍ક માતા તપાસ તથા સારવાર.
રેફરલ સેવાઓ અપાવવી.આ મમતા દિવસે માતા અને બાળકના સ્‍વાસ્‍થ્‍ય સબંધી તમામ તપાસ તથા સારવાર આપવામાં આવે તેમજ માતા મરણદર અને બાળ મરણદરને અટકાવવા માટેની કામગીરી કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં આરોગ્‍યના વિભાગ તથા આંગણવાડી કાર્યકર, આ અંગેનું સુપરવિઝન પ્રા.આ.કેન્‍દ્રના સુપરવાઇઝર તથા બ્‍લોક કક્ષાએથી બ્‍લોક હેલ્‍થ ઓફિસર/બી.આઇ.ઇ.સી. ઓફિસર/ બ્‍લોક એચ.વી./મુખ્‍ય સેવિકા બહેનો/સી.ડી.પી.ઓ. ધ્‍વારા સુપરવિઝન કરવામાં આવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!