અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જિલ્લા સમાહર્તા પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક
બેઠકમાં અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં રોડ રસ્તા, બ્રિજ સમારકામની કામગીરી, આરોગ્ય વિષયક કામગીરી, હાટ બઝાર, આંગણવાડી ભરતી અંગેના વિષયો અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા પખવાડિયા, સ્વસ્થ નારી સશક્ત પરીવાર , પોષણ પખવાડિયા સહિતના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત જિલ્લાના લોકોની વિવિધ સમસ્યાઓ અંગે મળેલા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.આ બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડા, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા,જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર ડી.વી.મકવાણા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.