MULISURENDRANAGAR

કમોસમી વરસાદ માવઠું ની સહાયથી ઝાલાવાડ નાં ખેડૂતોને હળહળતો અન્યાય!

તા.05/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં પાંચ કમોસમી વરસાદ ખાબક્યો તેમ છતાં એકપણ રૂપિયો વળતર નહીં.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત માર્ચમાં તારીખ ૧-૨-૩ નાં રોજ કમોસમી વરસાદ માવઠું વરસ્યું હતું ફરી માર્ચના ૮-૯ નાં રોજ માવઠું વરસ્યું હતું ફરી માર્ચના ૧૭-૧૮ નાં કમોસમી વરસાદ ખાબક્યો હતો ત્યારે જીલ્લા ખેતીવાડી અધિકારીને ખેડૂતોએ રજુઆત કરી હતી અને તાત્કાલિક અસરથી સર્વે માટે ટીમ ફાળવવામાં આવે ત્યારે માર્ચના ૨૦ તારીખનાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ત્યારે ખેડૂતોનાં થયેલ પાક નુકસાન વીસ દિવસ બાદ કેમ સર્વે થ‌ઈ શકે? ત્યારે આ બાબતે ઝાલાવાડમાં કોઈ ગામમાં સર્વે કરવામાં આવેલ નહીં અને ઓફિસમાં બેઠાં બેઠાં અધિકારીઓ એ ૩૩% થી નીચે નુકસાન દર્શાવી રીપોર્ટ મોકલી આપવામાં આવેલ હતાં ધારો કે મુળી તાલુકાનાં ૫૪ ગામોમાં વરસાદ માવઠું વરસ્યું હોય નુકસાન હોય તેમ છતાં તાલુકા મથક મુળી માં વરસાદ ન પડ્યો હોય તો આખાં તાલુકાને કોઈ નુક્સાન વળતર મળે નહીં આવી રીતે જીલ્લાનાં દરેક તાલુકાને વળતરથી વંચિત રાખવામાં સુવ્યવસ્થિત આયોજન પૂર્વક ખેડૂતોને પડ્યાં ઉપર પાટું આ ગુજરાત સરકાર દ્વારા મળી છે જો વળતર ચુકવવાનું જ નહોતું કે સર્વે કરવાનું જ નહોતું તો ખેડૂતોને અરજી કરવાનું શા માટે? કહેવામાં આવ્યું હતું આમ ખેડૂતોને હળહળતો અન્યાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમ કીશાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું.કમોસમી વરસાદથી નુક્શાન બદલ સહાય પેકેજ પર રામકુભાઈ એજણાવ્યુ હતું કે ગુજરાતનાં ખેડૂતો ને પણ અન્યાય થયો છે.આ સહાય અધૂરી અપૂરતી અને ખેડૂતોની મજાક સમાન સહાય છે.ખેડૂતોને સરકારના ઉપકારના પેકેજ રૂપી પોટલાંઓની સહાય નથી જોઈતી નિયમોનુસાર સહાય આપવામાં આવે,પેકેજના નામે મુળ રકમથી લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ સરકાર કરી રહી છે,ખેડૂતોના કાયદા મુજબ 1,27,200 રૂપિયા હક્કના મળવાપાત્ર છે,1,27,200 રૂપિયા સામે ખેડૂતોને માત્ર 23 હજાર જ સરકારે આપવાની જાહેરાત કરી છે,જ્યાં SDRF મુજબ મળવાપાત્ર હોય ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ પણ મળવાપાત્ર છે,સરકાર પાસે ગામ, સર્વે નંબર, ખેડૂતનું નામ બધી જ માહિતી છે,જો બધી માહિતી હોય તો અરજીઓ શા માટે કરાવવામાં આવે છે?તાલુકા મથકે નોંધાયેલા વરસાદના આધારે સર્વે કરવામાં આવ્યું હતું,તાલુકાના ગામોમાં વરસાદ હોય પણ તાલુકા મથકે ન પણ હોય,કેટલાયે ગામોમાં સર્વે કરવામાં જ નથી આવ્યો તેવા ગામોના ખેડૂતોને સહાય કેમ મળશે? ઉનાળુ પાકમાં સર્વે સહાયની જાહેરાત ક્યારે થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!