અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસાના આનંદપુરા કંપામાં નવરાત્રીમાં અનોખી વેશભૂષા લોક આકર્ષણ કેન્દ્ર બની
મોડાસા તાલુકાના આનંદપુરા કંપામાં વર્ષોથી નવરાત્રી પર્વમાં વેશભુષાનું આયોજન કરવામાં આવે છે જેમાં આનંદપુરા કંપામાં રહેતા સૌકોઇ એક મહિના પહેલાથી વેશભૂષાની તૈયારી કરતા હોય છે આ વેશભૂષામાં અબાલ, વૃદ્ધ સૌ કોઈ અલગ-અલગ વેશભૂષામાં તૈયાર થઇ ગરબા રમે છે આનંદપુરા કંપાની વેશભૂષામાં ધાર્મિક,લોક જાગૃતિ, ગ્રામ્ય વિસ્તારની ઝાંખી દેશ ભક્તિ સહીતની વેશભૂષામાં નાના બાળકો, યુવતીઓ, મહિલાઓ અને વૃધ્ધો આકર્ષણ જમાવે છે આનંદપુરા કંપાની વેશભુષાએ સમગ્ર પંથકમાં અનેરું આકર્ષણ ઉભું કર્યું છે લોકોએ વેશભુષાની સરાહના કરી હતી