ARAVALLIMODASA

અરવલ્લી આરોગ્ય વિભાગમાં સિનિયર ટ્યુબર ક્લોસીસ લેબોટરી સુપરવાઈઝર ની ભરતીમાં ગેરરીતિ ના આર ટી આઈ નો મામલો ગાંધીનગર સુધી પોહ્ચ્યો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી આરોગ્ય વિભાગમાં સિનિયર ટ્યુબર ક્લોસીસ લેબોટરી સુપરવાઈઝર ની ભરતીમાં ગેરરીતિ ના આર ટી આઈ નો મામલો ગાંધીનગર સુધી પોહ્ચ્યો

 

અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગમાં જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે તારીખ 30/7/22 ના રોજ ગુજરાત સમાચાર અખબારમાં પ્રસિદ્ધ થયેલ જાહેરાત અનુ સંધાને સિનિયર ટ્યુબર ક્લોસીસ લેબોટરી સુપરવાઈઝર ની પોસ્ટ પર કરવામાં આવેલ ભરતી બાબતે ગેરરીતિ હોવાનું જણાતા અરજદારે આર ટી આઈ અંતર્ગત માહિતી માંગતા તારીખ 12/10/2022 ના રોજ માહિતી માંગેલ જે અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા અરજદાર ને કોઈપણ પ્રકારની માહિતી ન આપેલ અને આરોગ્ય વિભાગ દ્વારા લેટર લખીને અરજદાર ને જણાવેલ કે તમારી અપીલ અરજી અન્વયે રૂબરૂ બોલાવેલ અને જે અનુસંધાને અરજદાર રૂબરૂ ગયેલ તો પણ જિલ્લા ક્ષય અધિકારી હાજર ન હતા તે દિવસે અરજદારે લેખિતમાં જણાવેલ કે મને આર પી એ ડી દ્વારા માહિતી આપવી જે અન્વયે જિલ્લા ક્ષય વિભાગે અરજદારને લેટર લખી જણાવેલ કે આ માહિતી ત્રાહિત વ્યકતિની અંગત માહિતી હોવાથી માહિતી આપી શકાય નહિ તેમ જણાવેલ પરંતુ આર ટી આઈ અંતર્ગત કાયદા અનુસંધાને એવી કોઈ જોગવાઈ હોતી નથી કે ભરતી અંતર્ગત માગેલી માહિતી અંગત હોય અને આ માહિતી ચોક્કસ રીતે આપેલ નથી જે અનુસંધાને અરજદાર ને શંકા છે કે આ ભરતીમાં મોટાપાયે ગેરરીતિ થયેલ છે તેવો હાલ અરજદારનો આક્ષેપ છે

વધુમાં અરજદાર એ જણાવ્યું હતું અરજદાર ને માહિતી અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી દ્વારા પત્ર દ્વારા માહિતી આપવામાં આવેલ જે અન્વયે અરજદાર ને આ બાબતે માહિતી યોગ્ય ન લાગતા અરજદાર ને પ્રથમ અપીલ અરજી વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવા ગાંધીનગર ખાતે પત્રમાં જણાવ્યા મુજબ રૂબરૂ હાજર રહેવા જણાવ્યું હતું

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!