GUJARATJETPURRAJKOT

જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત મામલે પોલીસ પર ભીનું સંકેલવાનો આરોપ

તા.૧૧/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ગત 6 સપ્ટેમ્બરે એક મહિલા કોન્સ્ટેબલે પોલીસ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૃતક કોન્સ્ટેબલ દયાબેન સરિયા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામના વતની હતા અને છેલ્લાં 2 વર્ષથી જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં બારનીશીમાં ફરજ બજાવતા હતા.

મહિલા કોન્સ્ટેબલના આપઘાત બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી, પણ આ ઘટનાને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસે યોગ્ય કર્યવાહી ન કરી હોવાનો કોળી સમાજે આરોપ લગાવતા આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં ઠાકોર કોળી સમાજના આગેવાનોએ મૃતક કોન્સ્ટેબલ દયાબેન સરિયા સાથે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા મનદીપ, અભયરાજસિંહ જાડેજા અને વિપુલ ટીલાળા નામના ત્રણ સાથી પોલીસકર્મીઓની ચેટ જાહેર કરી હતી. સમાજના આગેવાનોનો આરોપ છે કે પોલીસકર્મીઓના નામ આવતા પોલીસ દ્વારા આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઠાકોર કોળી સમાજના આગેવાનોએ આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરવા 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને આ સાથે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને આવેદનપત્ર આપ્યું છે. સમાજના આગેવાનોએ છે કે જો પોલીસ યોગ્ય કાર્યવાહી નહિ કરે તો આગામી દિવસોમાં આવેદનપત્રો આપવામાં આવશે અને સાથે જ ઉપવાસ પર બેસવાની ચીમકી પણ આપી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!