GUJARATKUTCH

કચ્છ જીલ્લાને ફાળવવામાં આવેલ અલ્ટ્રા પોર્ટેબલ X-Ray મશીનનું ભુજ ખાતેથી ફ્લેગ ઓફ કરાવ્યું

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

ભુજ : સમગ્ર ભારતને ટી.બી. મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય અંતર્ગત કેન્દ્ર સરકારશ્રી દ્વારા C-19 RM પ્રોજેક્ટ હેઠળ કચ્છ જીલ્લાને ફાળવવામાં આવેલ અલ્ટ્રા પોર્ટેબલ X-Ray મશીન નંગ-૨ ને જિલ્લા ક્ષય કેન્દ્ર, ભુજ ખાતેથી ફ્લેગ ઓફ કરાવ્યું.

આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્લોબલ ફંડમાંથી કચ્છને મળેલ બે અલ્ટ્રા પોર્ટેબલ એક્સરે મશીન મારફતે જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં જઈ જરૂરી જણાતા તમામ લોકોનું સ્ક્રિનિંગ કરી નિ:શુલ્ક નિદાન કરાશે. તેમજ ટી.બી. મુકત અભિયાન અંતર્ગત જીલ્લાભરમાં વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, સી.ડી.એચ.ઓ. ડો.આર.આર.ફુલમાળી, જીલ્લા ટી.બી.ઓફિસર મનોજ પરમાર, ડીસ્ટ્રીક લીડ ઓફિસર શ્રી દિલીપ જાદવ સાથે મેડિકલ ટીમ, મશીન સુપરવાઇઝર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!