AHAVADANGGUJARAT

મોરબીની આરએસએસ અને ભગીની સંસ્થા તથા નવસારીની ટીમે ડાંગ વનવાસી બાળકોને બટુક ભોજન કરાવાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

મોરબીના કાર્યકર્તાઓએ વનવાસી વિસ્તારમાં 1500 બાળકોને બટુક ભોજન કરાવ્યું.
આજ રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મોરબી અને નવસારી જિલ્લાની આરએસએસ ની ભગિની સંસ્થા અને મિત્ર મંડળ દ્વારા ડાંગ જીલ્લાના અંતરિયાળ ગામડા માં શાળા માં જઈ અને દરેક બાળકને મળી ભારતમાતા કી જય તથા જય શ્રી રામના નારા લગાવી ઉપરાંત રાસ્ટ્ર ભક્તિ ના ગીત ગવડાવી ને અંદાજે 1500 જેટલા પાર્શલ તૈયાર કરી ને દરેક બાળકોને બટુક ભોજન કરાવી ધન્યતા અનુભવી…ટીમ દ્વારા બે દિવસ અગાઉ જહેમત ઉઠાવી પાર્શલ બનાવી અને નવસારીથી વહેલી સવારે 4 વાગ્યે ઉઠી બે મેટાડોર અને એક અર્ટિગા લઇ ને અંદાઝે 1500 જેટલા ફૂટ પેકેટ વિતરણ કરી રાત્રે 11 વાગ્યે નવસારી પરત પહોચ્યા અને ત્યાર બાદ ટીમ મોરબી પરત પહોચી હતી કુદરતના સાનિધ્યમાં ઉછરી રહેલ બાળકોને બટુક ભોજન કરાવવાનો અનેરો લાભ લીધાનો તમામ મિત્રોને આનંદ હતો ત્રણ દિવસના ઉજાગરા હોવા છતા કોઇના ચહેરા પર થાક જેવું નામ હતું નહીં કારણ કે રાસ્ટ્ર સેવાનો સૌને આનંદ હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!