તા.૦૯. ૧૨. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદની જૂની કોર્ટ નજીક કપડાની પીહુ ફેશન નામની દુકાનમાં ભયંકર આગ લાગી.આગને ઓલવવાં દાહોદના તમામ ફાયર મશીનો કામે લાગ્યા
આજરોજ તા.૦૯.૧૨.૨૦૨૪ ના સોમવાર ૧૦ કલાકની આસપાસ દાહોદ શહેરના જૂની કોર્ડ રોડ વિસ્તાર નજીક આવેલ પીહુ ફેશન સોપ નામની કાપડની દુકાનના અગમ્ય કારણો સર આગ લાગતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.દુકાનનુ બાંઘકામ જૂનું અને લાકડાનું હોય જેને લઈ જોત જોતામાં આંગએ વિક્રાળ રૂપ ધારણ કરી લેતા દુકાનમાંથી આગના ગોટે ગોટા નીકળયા હતા.અને આસપાસ રહેણાક વિસ્તાર હોય જેને લઈ લોકો પણ પોત પોતાના ઘરથી ભયના કારણે બહાર નીકળી આવ્યા હતા.દાહોદની જૂની કોર્ટ રોડ નજીક આવેલ કાપડની દુકાનમાં આંગ લાગવાની જાણ દાહોદ નગર પાલીકા ફાયર વિભાગને તથા ફાયર વિભાગની ટિમ ફાયર મશીન લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા હતા.અને કાપડની દુકાનમાં લાગેલી ભયંકર આગ પર પાણીનો છટકાવ કરવાની કામગિરી શરૂ કરી હતી.જેમાં કલાકોની ભારે બાદ અને ફાયરના ચાર મસીનોથી ફાયર વિભાગની ટિમએ આંગ પર કાબુ મેળવ્યો હતો.અને સાથે સાથે ફાયર વિભાગની ટિમને સ્થાનિક યુવાઓનું પણ સાથ સહકાર મળ્યું હતું.આગ લાગતા દુકાનનો સર સામાન બળીને ખાક થયો હતો. જેમાં લાખ્ખોનો નુક્સાન થયા હોવાનું જાણવાં મળેલ છે.આંગ લાગવાની જાણ સ્થાનિક કાઉન્સિલરો તેમજ પોલીસને તથા DYSP સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને વિસ્તાર માં થયેલ ટ્રાફિકને હલ કરવાની કામગીરી હાથ ધરી હતી