GUJARATLAKHTARSURENDRANAGAR

લખતરના ઢાંકી ગામ નજીક ખેત તલાવડીમાં ડૂબી જતાં બે સગા ભાઈઓના મોત 

તા.30/08/2023/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલો, તળાવો, નદી, નાળાઓ સહિતના સ્થળોએ ડૂબી જવાથી લોકોના મોતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે બીજી તરફ જિલ્લાના અનેક પશુપાલકો અને માલધારીઓ પશુઓને લઇને ગ્રામ્ય પંથકની સીમ વિસ્તારોમાં પશુઓને ચરાડવવા માટે લઇ જાય છે ત્યારે લખતરના ઢાંકી ગામે બે સગા ભાઈઓના પાણીમાં ડૂબવાથી મોત થયાની ઘટના બહાર આવી હતી પ્રાપ્ત વિગતો મુજબ લખતરથી પંદરેક કી.મી. દૂર તાલુકાનું ઢાંકી ગામ આવેલું છે બધી જગ્યાએ જેમ માલધારીઓ પોતાના માલઢોરને ચરાવવા વગડા કે સીમમાં જતા હોય છે તેવી રીતે આ ઢાંકી ગામે પણ માલધારીઓ ઢોર ચરાવવા ગયા હતા ત્યારે જાણવા મળતી માહિતી અનુસાર, સમગ્ર માલધારીઓની સાથે રોજની માફક બે માલધારી ભાઈઓ 22 વર્ષના સિદ્ધરાજ કરણાભાઇ સભાડ તેમજ 16 વર્ષના વિનેશ કરણાભાઇ સભાડ પણ ઢોર ચરાવવા વગડીયાની સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં મંગળવારે ગયા હતા ત્યારે સાથે રહેલા માલધારીઓ પોતાના ઢોરને લઈને જતા હતા તે સમયે અચાનક ધ્યાન જતા આ બે ભાઈઓ ન દેખાતા સાથે રહેલા માલધારીઓએ ફોન કર્યા હતા પરંતુ ફોન ન ઉપાડતા ત્યાં જઈ જોતા બંને ભાઈઓ ડૂબ્યા હોવાનું જણાતા તેઓએ બંનેના પરિવારના સભ્યોને જાણ કરી હતી તો આ અંગે ગામના સરપંચ પ્રભુભાઈ મકવાણાને જાણ થતા તેઓ સહિત ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા તો યુવકોના પરિવારના સદસ્યો પણ પહોંચ્યા હતા બાદમાં બંને ભાઈઓની શોધખોળ હાથ ધરતા તેઓની લાશો મળી હતી બંને ભાઈ ઓની લાશ મળતા પરિવાર ઉપર આફત આવી પડી હતી ત્યારે હાલ રક્ષાબંધન પર્વના તહેવારમાં જ ઢાંકી ગામના આશાસ્પદ યુવકોના મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!