ARAVALLIMEGHRAJ

મેઘરજ :નવીન રસ્તાની માંગ સાથે તંત્ર ને જગાડવા નવાઘરા (પૂજાપુર) ના ગ્રામજનો એ પદ યાત્રા કરી રામધૂન બોલાવી ,દસ વર્ષથી સંપૂર્ણ રસ્તો ખંડેર 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ :નવીન રસ્તાની માંગ સાથે તંત્ર ને જગાડવા નવાઘરા (પૂજાપુર) ના ગ્રામજનો એ પદ યાત્રા કરી રામધૂન બોલાવી ,દસ વર્ષથી સંપૂર્ણ રસ્તો ખંડેર

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવાઘરા( પૂજાપુર ) ગામે રસ્તાને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ગ્રામજનો એ પદ યાત્રા યોજી રામ ધૂન બોલાવી નવી રસ્તાની માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો છેલ્લા દસ વર્ષથી નવીન રસ્તા માટે જંખી રહયું છે ગામ ત્રણ કિમિ થી વધુનો રસ્તો સંપૂર્ણ પણે ખંડિત તેમજ ખાડા ની હાલતમાં છતાં તંત્ર મૌન

અરવલ્લી જિલ્લામાં અંતરિયાર વિસ્તારમાં મેઘરજ તાલુકામાં આવેલ નવાઘરા (પૂજાપુર)ગામ જ્યાં ત્રણસો થી વધુ વસ્તી ધરાવતું ગામ છે પરંતુ આ ગામની હાલ ની રસ્તાની સમસ્યા થી ઘેરાયેલું છે જેમાં ગ્રામજનો ના જણાવ્યા અનુસાર આશરે દસ વર્ષથી આ રસ્તો નવીન બન્યો નથી અને રસ્તાનું સમાર કામ પણ કરવામાં આવતું નથી વધુમાં એ પણ જણાવ્યું હતું કે નવાઘરા ગામે થી મોડાસા તેમજ મેઘરજ અને તરકવાડા અને રેલ્લાંવાડા ગામે જવા માટે આ રસ્તો નજીકનો ઘણાય છે પણ રસ્તો ખરાબ અને ખાડા અને ખંડેર હાલતમાં હોવાથી મોટાભાગે અન્ય રસ્તે થઈને બીજા ગામે જવા મજબુર બનવું પડ્યું છે વારમવાર રજૂઆત કરવા છતાં હજુ આ રસ્તો નવો ઠો થીક પણ સમારકામ પણ થતું નથી ત્યારે ગ્રામજનો માં રોષ જોવા મળ્યો હતો અને તંત્ર ને તેમજ એધિકારીઓને જગાડવા માટે ગામ લોકોએ મહિલાઓ સહીત નાના છોકરાઓ સાથે તડકો માથે લઇ ત્રણ કિલોમીટર જેટલી પદયાત્રા યોજી રસ્તા પર બેસી રામ ધૂન બોલાવી વિરોધ ધર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં રસ્તો નઈ બને તો ભૂખ હડતાલ પર ઉતરીશું ત્યારે હવે તંત્ર જાગે અને ઝડપ થી નવીન રસ્તો બને તેવી માંગ કરી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!