ARAVALLI

બાયડ તાલુકાના વિભાજિત ગ્રામપંચાયતોની કુલ બેઠકો અને અનામત બેઠકો જાહેર

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ

બાયડ તાલુકાના વિભાજિત ગ્રામપંચાયતોની કુલ બેઠકો અને અનામત બેઠકો જાહેર
બાયડ તાલુકાના માનપુર, ડાભા અને ફતેપુરા (ડાભા) ગામ માટે ગ્રામપંચાયતના વોર્ડ સીમાંકન અને બેઠકો ફાળવણી માટે કરાયા મુસદ્દારૂપ આદેશ

રાજ્ય સરકારશ્રીના પંચાયત, ગ્રામ ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક: No.KP/1 OF 2023/VBN/122022/2468/CH, તા.૦૭/૦૧/૨૦૨૩ થી અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકાની ડાભા ગ્રામ પંચાયતનું વિભાજન કરતાં નવી અસ્તિત્વમાં આવેલી (૧) ડાભા ગ્રામ પંચાયત (૨) માનપુર ગ્રામ પંચાયત અને (૩) ફતેપુરા (ડાભા) ગ્રામ પંચાયતના વોર્ડ સીમાંકન અને બેઠકો ફાળવણી અંગેના મુસદ્દારૂપ આદેશ તા.૨૬/૦૪/૨૦૨૩ના રોજ સબંધિત ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર કચેરી, બાયડ તથા કલેક્ટર કચેરી, અરવલ્લી-મોડાસાએ પ્રસિધ્ધિ કરવામાં આવેલ છે જે આપ આ કચેરીઓના નોટિસ બોર્ડ પર જોઈ શકો છો.

આથી, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સબંધિત ગ્રામ પંચાયતોના ગ્રામજનોને જણાવવામાં આવે છે કે, ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી (અનામત બેઠકોની વારાફરતી ફાળવણીની રીત)નિયમો, ૧૯૯૪ની જોગવાઈ અનુસાર ઠરાવ્યા પ્રમાણે મુસદ્દારૂપ આદેશની પ્રસિધ્ધિની તારીખ થી દિન-૧૦ (દશ) માં મળી જાય તે રીતે સુચનો મામલતદાર કચેરી, બાયડને મોકલી આપવાના રહેશે. સમયમર્યાદા બહાર મળેલ સૂચનો ધ્યાને લેવામાં આવશે નહિ, તેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.

૦૦૦૦૦૦૦૦૦

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!