ગાંધીનગત જિલ્લાની સેંટ ઝેવિયર્સ શાળાના ત્રણ શિક્ષકા બહેનો શૈલા જોશી , ડોલી ક્રિશ્ચિયન અને શિવાની પાઠક નું પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માન
ગાંધીનગત જિલ્લાની સેંટ ઝેવિયર્સ શાળાના ત્રણ શિક્ષકા બહેનો શૈલા જોશી , ડોલી ક્રિશ્ચિયન અને શિવાની પાઠક નું પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માન*તા. 27 એપ્રિલ 2025, રવિવારે ગાંધીનગર ટાઉનહોલ ખાતે માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા અને અનંતા એજ્યુકેશન, ગાંધીનગર દ્વારા આયોજિત પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ- ૨૦૨૫માં ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાંથી ૨૫૨૫ શિક્ષકોને તેમની કરેલી શાળા કક્ષાએ પ્રકૃતિ સંવર્ધનની ઉમદા કામગીરીને બિરદાવવા પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરવાનું આયોજન કરેલ હતું. પોતાની શાળામાં સ્થાનિક પર્યાવરણીય સમસ્યાઓને અગ્રતા આપી શાળા કક્ષાએ પ્રકૃતિપ્રેમી બની ચકલી બચાવો અભિયાન, પ્લાસ્ટિક મુક્ત શાળા, પક્ષીઓ માટે કુંડા અને પંખીઘર, વૃક્ષો વાવો સંકલ્પ અભિયાન અંતર્ગત વટવૃક્ષ ઉછેર અને સ્વચ્છ ભારત અભિયાનને સમર્થન , ઇલેક્ટ્રોનિક વેસ્ટ કકલેક્શન વગેરે જેવા સેવાકીય યજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું. જેની ફળશ્રુતિરૂપે માન. ડૉ.કુબેરભાઈ ડિંડોર, શિક્ષણમંત્રીશ્રી ગુજરાત સરકારના હસ્તે પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી નવાજવામાં આવ્યા. સદર કાર્યક્રમમાં જીસીઈઆરટી, ગાંધીનગરના સચિવશ્રી આદરણીય એસ.જી.ડુમરાળિયા સાહેબ, પુલકિત જોશી, મદદનીશ સચિવ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર, ગજેન્દ્રભાઈ જોશી શિક્ષણવિદ, મનુભાઈ ચોક્સી તેમજ અન્ય મહેમાનશ્રીઓ પણ આ પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા.