ARAVALLIMEGHRAJ

મેઘરજ : ઇસરી બારા આંજણા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સાતમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ઇસરી બારા આંજણા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સાતમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

મેઘરજના નવાગામ હનુમાનજી કંટાળું મંદિર ખાતે ઇસરી બારા આંજણા પટેલ સમાજ પ્રગતિ મંડળ તેમજ ઇસરી બારા આંજણા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સાતમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં કુલ નવ યુગલોએ અગ્નિની સાક્ષીએ ફેરા કરી પ્રભુતાંમા પગલાં પાડ્યા હતા.તો સમાજના અગ્રણીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.જેમાં દીકરીઓએ આજે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સાતમાં સમૂહલગ્નોત્સવમાં સમાજના વિવિધ દાતાઓના દાન થી પ્રભુતામાં પગલાં પાડનાર તમામ દીકરીઓને ઘરવખરી ની રૂપી વાસણકીટ તેમજ કન્યાદાન આપવામાં આવ્યું હતું સમૂહલગ્નોત્સવમાં સમાજના આગેવાનો અને દાતાઓનું  કુલહાર અને ફૂલ છડી થી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન ઇસરી બારા આંજણા પટેલ સમાજ પ્રગતિ મંડળ તેમજ ઇસરી બારા આંજણા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શાંતિ પૂર્ણ માહોલમાં સમૂહ લગ્ન નું આયોજન પૂર્ણ થતા ઇસરી બારા આંજણા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!