ANJARBHACHAUGANDHIDHAMGUJARATKUTCHRAPAR

એ.આર.ટી.ઓ કચેરી અંજાર દ્વારા મોટર સાયકલ, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

અંજાર : એ.આર.ટી.ઓ કચેરી અંજાર દ્વારા મોટર સાયકલ, થ્રી વ્હીલર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો(થ્રી વ્હીલર પેસેન્જર સિવાયના)માં અગાઉની સિરીઝમાં બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી-ઓકશન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૫/૧/૨૦૨૪, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે . ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૧/૨૦૨૪, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૭/૧/૨૦૨૪, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૧૯/૧/૨૦૨૪, સમય સાંજે ૪ કલાક સુધી થશે.

ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલર માટે રૂ.૮૦૦૦, અન્ય રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ- વ્હીલર માટે રૂ. ૩૫૦૦ તથા અન્ય માટે રૂ.૧૫૦૦૦ તથા અન્ય નંબરોના ફીના દર ટુ- વ્હીલર માટે રૂ. ૨૦૦૦ તથા અન્ય માટે રૂ.૮૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા http://vahan.parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશરશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાંક નં. આઇ.ટી./પસંદગી નંબર/Online auction/૭૪૨૧ તા.૧૨/૦૯/૨૦૧૭ Appendix-A(આ સાથે સામેલ છે)ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બેમાંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર અરજી કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઇસનો કોઇ નંબર નહી મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. તો અરજી તારીખથી ૬૦ દિવસ એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહી.

અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના ૫ દિવસમાં બીડ અમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ(Base price)ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહી.

ઓનલાઇન ઓક્શન દરમિયાન અરજદારશ્રીએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે જે તે અરજદારશ્રીના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અંજારની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!