CHHOTA UDAIPURGUJARATNASAVADI

નસવાડી ખાતે લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તાલુકા સેવાસદનમાં મામલતદાર દ્વારા મતદારોને મતદાનની જાગૃતિ લાવવા મતદારોને સેવાસદનમાં નિંદર્શન કરી સમજ અપાઈ

મુકેશ પરમાર નસવાડી 

 નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે.ત્યારે ચૂંટણી અધિકારી વ કલેક્ટર સ્તૃતી ચારણ દ્વારા લોકસભા ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે નસવાડી તાલુકા સેવાસદનમાં નવા નોંધાયેલા યુવા મતદારો તેમજ મતદાન કર્તા મતદાતાઓ વધુમાં વધુ લોકસભામાં મતદાન કરે તે હેતુ થી નસવાડી મામલતદાર આર. પી. બારીયા તેમજ નાયબ મામલતદાર ચૂંટણી અધિકારી વિજયભાઈ પટેલ ના સયુંકત પ્રયાસ થી ચૂંટણી તંત્ર દ્વારા ઈ.વી.એમ મશીનથી લોકો માહિતગાર થાય અને લોકસભાની ચૂંટણીમાં મતદારો કેવી રીતે પોતાના પસંદગીના ઉમેદવારને મત આપે તે માટે તાલુકા સેવાસદનમાં ઇ.વી.એમ મશીન તેમજ વી.વી.પેટ મશીન લગાવીને કર્મચારીઓ પ્રત્યક્ષ નિંદર્શન કરી તાલુકા સેવાસદન કામ અર્થે આવનાર મતદાતાઓ મતદાન કેવી રીતના કરવું તેની સમજ અપાય છે.દરરોજના 50 થી 100 લોકો મતદાનનું બટન દબાવીને ચકાસણી કરે છે તેઓ મામલતદાર દ્વારા નસવાડી તાલુકાની પ્રજાને કેવી રીતે પોતાના પસંદગી ના ઉમેદવાર ને મત આપવો તમારો મત ખોટો કેવી રીતે ના જાય તેવી પ્રજાને માર્ગદર્શન આપવામાં આવે છે. મત આપવાનું રીહસલ પણ કર્મચારીઓ દ્વારા કરાવવામાં આવે છે લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં વહીવટી તંત્ર અત્યારથી જ લાગી ગયું છે તાલુકામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં પરોવાઈ ગયા છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!