GUJARATNAVSARI

જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નવસારીનાં મદદનીશ શિક્ષિકા દિપ્તીબેન સોલંકીને સન્માનિત કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાની અબ્રામા ખાતે આવેલી ડી.એસ.એન્ડ બી.બી.સરકારી નમૂનેદાર વિવિધલક્ષી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતી મદદનીશ શિક્ષિકા દિપ્તીબેન વિઠૃલભાઇ સોલંકીને વર્ષ-૨૦૨૩ માટે જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. તા.પ મી સપ્ટેમ્બરના શિક્ષક દિનના રોજ નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇએ  શિક્ષિકા દિપ્તીબેન સોલંકીને સન્માનિત કર્યા હતાં. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજેશ્રીબેન ટંડેલે પણ અભિનંદન પાઠવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!