પવનની દિશા બદલાઈ જતા ગુજરાત રાજ્યમાં ફરી ઠંડી વધવાની આગાહી

0
22
વાત્સલ્યમ્ સમાચાર

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક બાદ ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે  રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડા પવન ફૂંકાઈ શકે છે અને તેનાથી ઠંડી પડવાની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાએ આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડે જોવા મળી શકે છે. રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન 2થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. રાજ્યમા આગામી 24 કલાક બાદ પવનની દિશામાં ફેરફાર જોવા મળશે. આ પવનની દિશા બદલાવવાના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. અત્યારે રાજ્યમાં 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાંઇ રહ્યો છે.

ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં બે દિવસ ઠંડીથી રાહત વચ્ચે ફરી એક વખત કડકડતી ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં પવનની દિશા બદલાઈ જતા ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. રાજ્યમાં અનેક જગ્યાએ તાપમાન ફરી નીચું જશે અને કડકડતી ઠંડી પડશે.

download 14

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews