GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં રૂ.૨૭ હજારનો ખોવાયેલ મોબાઈલ બે કલાકમાં પરત કરતી નેત્રમ શાખા પોલીસ

જૂનાગઢમાં રૂ.૨૭ હજારનો ખોવાયેલ મોબાઈલ બે કલાકમાં પરત કરતી નેત્રમ શાખા પોલીસ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા માટેના તમામ પ્રયત્નો કરવા રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા દ્વારા ખાસ સૂચના કરવામાં આવેલ હોય.
ત્યારે જૂનાગઢ શહેરમાં રહેતા વિધીબેન પોતાના ઘરેથી કામ સબબ માંગનાથ જતા હોય તે દરમ્યાન તેમનો રૂ. ૨૭,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A15 મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયો હોય, ત્યારે વિધીબેન ફરીથી તે રૂટ પર પોતાનો મોબાઇલ ફોન શોધવા ગયેલા પરંતુ મોબાઇલ ફોન મળેલ નહિ જે મોબાઇલ ફોનમાં તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન મળવો મુશ્કેલ હોય એવુ જણાતા એમણે આ બાબતની જાણ નેત્રમ
શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, સુખદેવભાઇ કામળીયા, શિલ્પાબેન કટારીયા, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિધીબેન પોતાના ઘરેથી માંગનાથ તરફ જવા જે રૂટ પરથી નિકળેલ તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા વિધીબેનનો રૂ. ૨૭,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A15 મોબાઇલ ફોન ગાંધીચોકમાં પડી ગયેલો હોય તેવુ જણાતા તુરંત જ તે મોબાઇલ ફોન એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા ઉઠાવી લેવાનું CCTV માં નજરે પડેલ જેથી તે બાઇકના રજી. નં. GJ-11-BN-8561 આધરે શોધી કાઢી મોબાઈલ ફોન રીકવર કરી વિધીબેનને પરત આપ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!