GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનનાં ગુગલીયાણામાં ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનારા સાત શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડયા.

તા.03/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

250 કિલો વાયર કિં.રૂ.32,500 તથા મહિન્દ્રા પીકઅપ ગાડી તથા 2 મોબાઇલ સહીત કુલ રૂ.2,42,500 નો મુદ્દામાલ કબજે કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના ગુગલીયાણા ગામની સીમમાંથી ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર સાત શખ્સોને થાન ચોટીલા રોડ પરથી સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ઝડપી લીધા હતા પોલીસે 250 કિલો વાયર, એક ગાડી તેમજ મોબાઇલ સહીત કુલ રૂ.2,42,500 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ગુગલીયાણા ગામની સીમમાં થોડા સમય પહેલા ઇલેક્ટ્રિક વાયરની ચોરીનો બનાવ બન્યો હતો આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી ત્યારે આ ચોરીનો ભેદ ઉકેલવા સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર શખ્સો એક ગાડીમાં ચોરી કરેલા વાયર લઇ વેચવા માટે થાન ચોટીલા રોડ પરથી પસાર થવાના હોવાની બાતમી સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમને મળી હતી આથી એલસીબી ટીમે થાન ચોટીલા રોડ પર આવેલા અવલીયા ઠાકરના મંદિર પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ગાડી પસાર થતાં એલસીબીએ તેને અટકાવી તલાશી લેતા ગાડીમાંથી 250 કિલો ઇલેક્ટ્રિક વાયરનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે ગાડીમાં બેસેલા ગભરૂભાઇ પિતાંબરભાઇ ગોઢકીયા, વિશાલભાઇ હીરાભાઇ ચુડાસમા, ઇશ્વરભાઇ હિરાભાઇ ચુડાસમા, રાજેશભાઇ છગનભાઈ મકવાણા, દિપકભાઇ મગનભાઇ ઉઘરેજીયા, ભાવેશભાઇ વિભાભાઇ કાવઠીયા અને સચિન ઉર્ફે ગોગી નીતીનભાઇ પરમારને વાયરના જથ્થા અંગે પુછપરછ કરતા સાતેય શખ્સોએ સાથે મળી ગુગલીયાણાની સીમમાંથી વાયરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આથી એલસીબી પોલીસે 250 કિલો વાયર કિંમત રૂ.32,500, એક મહિન્દ્રા પીકઅપ ગાડી તથા 2 મોબાઇલ સહીત કુલ રૂ.2,42,500 નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા 7 શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!