BANASKANTHAPALANPUR

જી.ડી.મોદી કૉલેજ ઑફ આર્ટ્સ,પાલનપુરમાં શ્લોક-ગાન સ્પર્ધા યોજાઇ

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ,પાલનપુરના સંસ્કૃત ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલતા પ્રહલાદન સંસ્કૃત સાહિત્ય વર્તુળ અંતર્ગત તા.20/9/2024ના રોજ સવારે 8.30 થી10.30 દરમિયાન રૂમ નંબર-22 માં સંસ્કૃત શ્લોક-ગાન સ્પર્ધાનું આયોજન પ્રિ.ડૉ.ચૌહાણ  ના માર્ગદર્શન હેઠળ ડૉ.રાધાબેન, ડૉ.સુરેખાબેન અને ડૉ.જાનકીબેન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં B.A sem 1,3,5& M.A sem1,3 ના62 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો દ્વારા વિવિધ  સ્તોત્રના શ્લોક, સુભાષિત શ્લોક,ભગવદ્ગીતાના શ્લોક તેમજ સંસ્કૃત સાહિત્યના અન્ય ગ્રંથોમાંથી વિવિધ શ્લોકોનું ગાન  છંદોબદ્ધઅને સુંદર શૈલીમાં મુખપાઠ રજૂ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન B.A.sem-3ની વિદ્યાર્થિની વિજ્યા દ્વારા કરવામાં આવ્યું હતું

દેવભાષા અને સૌથી પ્રાચીન કહેવાથી એવી સંસ્કૃત ભાષાના વિવિધ ગ્રંથોનાશ્લોકો વિદ્યાર્થીઓ મુખપાઠ કરે, જેથી તેમનું શ્લોક ભંડોળ વધે તેમની યાદશક્તિ વધે તેવા શુભ આશયથી પ્રતિવર્ષ સંસ્કૃત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવે છે. પ્રથમ ત્રણ વિજેતાઓને ઈનામ અને સર્ટિફિકેટ તેમજ ભાગ લેનાર બધાજ સ્પર્ધકોને પણ પ્રોત્સાહક ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!