NAVSARINAVSARI CITY / TALUKO

બીલીમોરા નગરપાલિકાના રૂ.૨૩.૬૦ કરોડના કામોનું લોકાર્પણ/ખાતમુર્હૂત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*બીલીમોરાના નગરજનોને આધુનિક રૂ. ૧૧.૩૫ કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષની મળી ભેટ*

નવસારીતા.૮,નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા ખાતે રૂ.૧૫.૩૮ કરોડના લોકાર્પણ અને રૂ.૮.૨૧ કરોડના વિકાસ કામોનું ખાતમુર્હૂત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલના  હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

બીલીમોરા નગરપાલિકાના  લોકાર્પણ/ખાતમુર્હૂત સમારોહમાં કેન્દ્રીય  જળશક્તિ મંત્રી સી.આર.પાટિલએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નગરપાલિકામાં વિકાસકામો, પ્રજાહિતને સ્પર્શતા પ્રોજેક્ટોને ઝડપભેર પૂર્ણ કરવામાં વિશેષ ધ્યાન આપ્યું છે. એટલું જ નહીં, બીલીમોરા નગરપાલિકાએ વિકાસના માર્ગે હરણફાણ ભરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે દરેક વર્ગના લોકોનો  વિચાર કરીએ વિકાસને પ્રાથમિકતા આપી રહી છે. ગ્રામ્ય તેમજ શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. તેમજ આવનાર સમયમાં નગરજનો માટે વિકાસના કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું .

આ પ્રસંગે કેચ ધ રેઇન” અભિયાન અંતર્ગત નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જળ સંચયની કામોગીરીનો ઉલ્લેખ કરી લોકોને જનભાગીદારી થકી અભિયાનને સફળ બનાવવાનું આહ્વાન કર્યું હતું . તથા વધુમાં જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં જળ સંરક્ષણનું આંદોલન દેશભરમાં ક્રાંતિનું સ્વરૂપ લઇ રહ્યું છે. ક્રાંતિનાં આ મહાયજ્ઞમાં નવસારીનાં લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે . મને વિશ્વાસ છે કે,“જન ભાગીદારીથી જળ સંરક્ષણ” ક્ષેત્રે પણ નવસારી જિલ્લો પ્રથમ હરોળમાં રહેશે . આવનારી પેઢીને વારસામાં જળ આપીએ, એમનાં ભવિષ્યને સુરક્ષિત બનાવીએ.

કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલે એ દેસરા ખાતે નવનિર્મિત થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલકાત મહાનુભવો સાથે મુલકાત લઈ પાસમાં બનેલ રેઇન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચરનું નીરીક્ષણ કર્યું હતું .

આ કાર્યક્રમમાં રૂ.૧૫.૩૮ કરોડના લોકાર્પણના કામોમાં બીલીમોરા નગરપાલિકામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ,આંતલિયા ફિલ્ટ્રેશન પ્લાન્ટ આગળ સંપ બનાવવાનું કામ, બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રીઝર્વેશન ફાઈનલ પ્લોટ નં. ૧૧૧, ૧૩૨, ૧૨૧ ને ગાર્ડન તરીકે ડેવલોપમેન્ટ કરવાનું કામ, બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રીંગ રોડ એપ્રોચ રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલોપમેન્ટ કરવાનું કામ,  બીલીમોરા નગરપાલિકા માટે એમ્બ્યુલન્સ GEM Portal પરથી ખરીદ કરવાનું કામ , બીલી હિન્દુ સ્મશાન ભૂમિમા શેડ સાથે ચબૂતરો બનાવવાનું કામ તથા જલારામ મંદિરની બાજુમાં વરસાદી પાણીની લાઈન નાંખવાનું કામ આમ કુલ ૭ કામોનો સમાવેશ થાય છે અને રૂ. ૮.૨૧ કરોડના ખાતમુર્હૂત માં બીલીમોરા નગરપાલિકાના વંચિત વિસ્તારોમાં મુખ્ય ડ્રેનેજ લાઈન તથા ઘરોની લાઈનને મુખ્ય ડ્રેનેજ લાઈન સાથે જોડાણ કરવાનું કામનો સમાવેશ થાય છે.  આ કાર્યક્રમમાં બીલીમોરા નગરપાલિકા પ્રમુખશ્રી મનીષભાઈ પટેલ , ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ , જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા , ચીખલી પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ  તથા નગરપાલિકાના પદાધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

Back to top button
error: Content is protected !!