ARAVALLIBAYADGUJARAT

દૂધ મંડળીઓની નોંધણીને લઈ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની રાજ્ય રજિસ્ટ્રારને રજૂઆત

કિરીટ પટેલ બાયડ

ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્ય રજિસ્ટ્રારના પરિપત્ર અન્વયે સાબરકાંઠા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ( સાબર ડેરી ) માં સૂચિત મંડળીઓની નોંધણી કરવા તથા તમામ નોંધાયેલી મંડળીઓને સભાસદ બનાવ્યા બાદ નવીન મતદાર યાદી બહાર પાડી ચૂંટણી કાર્યવાહી હથધરવા અને પરિપત્રનો અમલ કરાવવા વિનંતી કરી
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની રજૂઆતના પગલે રાજ્ય રજિસ્ટ્રાર, સહકારી મંડળી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમૂલ અંતર્ગત આવતી જે દૂધ મંડળીઓ સભાસદ ન હોય તેવી દૂધ મંડળીઓને સભાસદ બનાવી તે દૂધ મંડળીઓને રજિસ્ટર કરવા પરિપત્ર કરવામાં આવ્યો હતો, અને આ પરિપત્રના અનુસંધાને રાજ્ય રજિસ્ટ્રારશ્રી દ્વારા તમામ જિલ્લા રજિસ્ટ્રારશ્રીઓને ટપાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફેડરેશન મારફત તમામ સંઘોને તાત્કાલિક દિન – ૩૦ માં પોતાના કાર્યક્ષેત્રમાં આવતી તમામ સૂચિત દૂધ મંડળીઓની નોંધણી કરવી તથા તમામ નધાયેલી મંડળીઓને સંઘ સભાસદ બનાવવી અને તા.૧૯/૧૧/૨૦૦૮ ની કલમ – ૧૬૦ હેઠળના આદેશોનું ચુસ્ત પણે પાલન થાય તે જોવા અનુરોધ કરવામાં આવ્યો છે
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્ય રજિસ્ટ્રાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોના હિતમાં લેવાયેલા આ નિર્ણયને આવકાર્યો છે. સાથે સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્ય રજિસ્ટ્રારના પરિપત્ર અન્વયે સાબરકાંઠા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ( સાબર ડેરી ) માં સૂચિત મંડળીઓની નોંધણી કરવા તથા તમામ નોંધાયેલી મંડળીઓને સભાસદ બનાવ્યા બાદ નવીન મતદાર યાદી બહાર પાડી ચૂંટણી કાર્યવાહી હથધરવા અને પરિપત્રનો અમલ કરાવવા વિનંતી કરી છે…

Back to top button
error: Content is protected !!