HALOLPANCHMAHAL

હાલોલ નગરમાં સત કૈવલ પરિવાર સત્સંગ મંડળ દ્વારા મહા શુદ્ધિ બીજ પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે કરાઈ.

તા.૨૪.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદિર દાઢી.હાલોલ

હાલોલ નગરના સુથાર ફળીયા ખાતે આવેલ સત કૈવલ પરિવાર સસ્તગ મંડળ દ્વારા દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ મંદિર ખાતે મહા શુદ્ધિ બીજ પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસના વાતાવરણમાં કરવામાં આવી હતી જેમાં આ ઉજવણી પ. પૂ. અવિચલ દાસજી મહારાજ ગુરુ સિતળદાસજી મહારાજ ના સાનિધ્ય માં ઉજવણી કરાઇ હતી જેને લઇ ધાર્મિક વાતાવરણમાં મંદિર ખાતે પ્રભાત ફેરી,આરતી ઉપાસના અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સંત કેવલ મંડળ પરિવાર ના સભ્યો જોડાયા હતા જ્યારે આ પ્રસંગે કેવલ વેત્તા પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરના પ્રાગટ્યનાં ૨૫૦ વર્ષ પૂર્ણ થતાં અને ૨૫૧ વર્ષ માં પ્રવેશ કરતા મંદિર ખાતે ૨૫૧ દીપ પ્રગટાવી આરતી ઉપાસના કરવામાં આવી હતી ત્યારબાદ ભજન સંધ્યા તેમજ સત્સંગ અને નાટક વેશભૂષા નો કાર્યક્રમો યોજાયા હતા અને બાળકોને ઉત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!