AHAVADANG

ડાંગ: શેરડી કાપણીના મજૂરોને લઘુતમ વેતન અમલવારી બાબતે સુબિર મામલતદારને આવેદનપત્ર આપ્યુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ મજૂર અધિકાર મંચ દ્વારા અસંગઠિત ક્ષેત્રનાં શેરડી કાપણીમાં રોકાયેલા લાખો મજૂરોને લઘુતમ  વેતનની અમલવારી બાબતે રાજયનાં શ્રમ મંત્રીને સંબોધીને મામલતદાર સુબિરને આવેદનપત્ર આપ્યુ…ડાંગ મજૂર અધિકાર મંચ દ્વારા જણાવ્યુ છે કે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં છ જિલ્લાઓમાં શેરડીનો મબલક પાક થાય છે.અને આ શેરડીમાંથી ખાંડ બનાવવાની 16 જેટલી સુગર ફેકટરીઓ આવેલ છે.આ સુગર ફેકટરીઓમાં શેરડી કાપવા માટે 7 લાખ કામદારો જોતરાયેલા છે.તેવામાં રાજય સરકાર દ્વારા આ કામદારોને મળવાપાત્ર લઘુતમ વેતનનું જાહેરનામું બહાર પાડેલ છે.જેનો અમલ 01-04-2023 થી કરવાનો ઠરાવેલ છે. જેને આવકારીએ છીએ.પરંતુ ચાર સુગર ફેક્ટરીઓમાં સાયણ, પંડવાઈ, ધારીખેડા અને ગણદેવીએ સરકારનાં જાહેરનામા મુજબ કામદારોને વેતન ચૂકવેલ નથી.જેઓએ જાહેરનામાનો ભંગ કરી મશ્કરી કરેલ છે.વધુમાં તા 27/03/23નાં જાહેરનામા મુજબ ગરીબ આદિવાસી કામદારોને વેતન મળે અને સરકારનાં જાહેરનામાનો અમલ થાય તે માટે આજરોજ રાજયનાં શ્રમ મંત્રીને સંબોધીને સુબિર મામલતદારને આવેદનપત્ર પાઠવી ઘટતી કાર્યવાહીની માંગણી કરી છે..

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!