AHAVADANG

ડાંગની એક શાળામાં જાણે”કડીયા કામ તાલીમ”ચાલી રહી હોય તેમ બાળકોના માથે તગારા સાથેનો વિડિઓ વાયરલ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની રાવચોંડ પ્રાથમિક શાળાનાં માસૂમ બાળકોના માથા પર તગારા સાથેનો મજૂરીનો વીડિયો વાયરલ થતા ચકચાર….પ્રાપ્ત વિગતો અનુસાર એક તરફ રાજ્યની સંવેદન અને ડબલ એન્જીનવળી સરકાર છેવાડેનાં આદિવાસી બાળકોનાં પાયાનાં શિક્ષણ પર ભાર મૂકી શિક્ષણને વેગ આપી રહી છે.સાથે છેવાડેનાં આદિવાસી બાળકોને અદ્યતન શિક્ષણની સાથે ભણતર તરફ વાળવાનો પ્રયાસો કરી રહી છે.આ દરમ્યાન રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની રાવચોંડ પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા માસૂમ ભૂલકાઓ પાસે મજૂરી કરાવવાનો વિડીયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી હતી.અહી નાના નિર્દોષ ભૂલકાઓ માથે રેતીભરેલા તગારા અને લોખંડની ટ્રોલી વહન કરતા જોવા મળી રહ્યા છે.આ વિડીયો વાયરલ થતા જ ડાંગ શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.આ વીડિયોમાં ડાંગનાં આહવા તાલુકાની રાવચોંડ પ્રા.શાળામાં શિક્ષકો દ્વારા નાના બાળકો પાસે સાફ સફાઇનાં બહાને મજુરી કરાવતા હોવાની ચર્ચા ઉઠી છે.પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતા નાના બાળકો પાસે લોખંડની ભારે ટ્રોલીમાં રેતી અને ઈંટોનાં ટુકડા સહિત અન્ય સામાનની હેરાફેરી કરાવવામાં આવતા હોવાનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.રાવચોંડ ગામના એક યુવાને વિડિયો બનાવી શાળાનાં શિક્ષિકાને સવાલ કરતા શિક્ષિકાએ ઉડાઉ જવાબ આપ્યો હતો.બાળકોને આ અંગે પૂછતા તેઓએ સાહેબે આ કામ કરવાનું જણાવ્યુ હતુ.આ વાયરલ થયેલ વીડિયોમાં આ રીતે નાના નિર્દોષ ભૂલકાઓને માથે રેતી ભરેલા તગારા ઉચકાવીને કામ કરાવતા જિલ્લામાં ચકચાર મચી હતી.અને કસૂરવાર સામે પગલા લેવા માંગ ઉઠી છે.આ વીડિયો અંગેની જાણ ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિને થતા તેઓએ જણાવ્યુ હતુ કે વાયરલ વિડિઓ અંગે મને ખાસ ખબર નથી.પરંતુ નિર્દોષ બાળકો પાસે રેતી ભરેલા તગારા ઉચકાવવામાં આવતા હોય તો તે યોગ્ય નથી.તેઓએ આજરોજ યોજાયેલી ડાંગ જિલ્લા વહીવટી તંત્રની સંકલનની મિટિંગમાં આ મુદ્દે ચર્ચા કરી કસૂરવારો સામે પગલા ભરવા આદેશ કર્યો હતો.આ બાબતે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેએ જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાની સંકલન બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા અમોને સૂચના આપવામાં આવી છે.અને શિક્ષણની ટીમને તપાસનાં અર્થે આહવા તાલુકાની રાવચોંડ પ્રાથમિક શાળા ખાતે મોકલી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!