BHARUCHGUJARATNETRANG

રામલલ્લાના વધામણા : રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે નેત્રંગ નગરમા ભવ્ય શોભાયાત્રા યોજાઇ શોભાયાત્રા નુ ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત. 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૨/૦૧/૨૦૨૪

નેત્રંગ નગર મા અયોધ્યા ખાતે રામ લલાની ભવ્ય  પ્રાણ પ્રતિષ્ઠા ને લઇ ને વહેલી સવારથી જ નગરજનોમા અનેરો ઉત્સાહ ઉમંગ અને આનંદ જોવા મળ્યો હતો.

 

જીનબજાર ખાતે આવેલ રામજી મંદિરે રામધૂન બાદ બપોર ના ૧૨ કલાકે મહા આરતી, બાદ મહાપ્રસાદ નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રચાર પ્રસાર પ્રમુખ વિરલભાઈ દેસાઈ સહિત હજારો ભાવિક ભકતજનોએ રામજીના દર્શન કરી મહાપ્રસાદ લીધો હતો.

બપોર ના બે વાગે  વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય સંવયસેવક સંઘ તેમજ નગરજનનોની રાહબાર હેઠળ રામલલ્લાની ઢોલનગારા, ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા જય જય શ્રીરામ ના ગગન ભેદી નારાઓ સાથે રાજમાર્ગ પર યાત્રા નિકળી હતી.

 

    આ યાત્રા ગાંધીબજાર ખાતે યાત્રા આવી પહોંચતા શ્રી માંઈ મંડળ તેમજ જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ થકી ફટાકડાની આતશબાજી સાથે તેમજ ભાવિકભકતોને છાશનુ વિતરણ કરી ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ.

 

 જવાહરબજાર ખાતે નવદુર્ગા યુવક મંડળ તેમજ ચિરાગભાઈ સોની મિત્ર મંડળ થકી યાત્રાનુ ભવ્ય સ્વાગત થયુ હતુ. નગરના રાજમાર્ગ પર ઠેરઠેર રામભકતો થકી છાશ, ઠંડુ પાણી, ઠંડા પીણાની ભવ્ય વેવસ્થા કરવામા આવી હતી. યાત્રા ચાર રસ્તા થઈ જીનબજાર થઈ ભક્ત હાઈસ્કૂલ થઇ રામજી મંદિરે પરત ફરી હતી. આ શોભા યાત્રામા ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા તેમજ ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા એ રામ લલાની આરતીનો તેમજ દર્શનનો લાભ લીધો હતો.

                                           નગર ભરમા રાત્રિના ઘરે – ઘરે દિવડાવો પ્રગડાવવામા આવ્યા હતા. દિવાળી જેવો માહોલ હોય ફટાકડાની આતશબાજી ઠેરઠેર જોવા મળી હતી.

 શોભા યાત્રા દરમિયાન નેત્રંગ પોલીસ સ્ટેશન ના પોલિસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ સ્ટાફ ખડેપગે રહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રખાયો હતો. મામલતદાર રીતેશભાઇ કોકણીએ પણ સતત યાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે તકેદારી રાખી હતી.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!