MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત 6 શખ્સોએ અનુ.જાતિ યુવાને માર માર્યો

મોરબીમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત 6 શખ્સોએ અનુ.જાતિ યુવાને માર માર્યો …મોઢામાં ચપ્પલ લેવડાવ્યું..!!

મોરબીમાં એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલા વેપારી સહિતના શખ્સોએ ઓફિસમાં કામ કરતા કર્મચારીને પગાર મામલે બોલાચાલી થયા બાદ માર માર્યો હતો અને મહિલા વેપારીએ કર્મચારીને મોઢામાં ચપ્પલ લેવડાવી અપમાનિત કર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક ગાંધી સોસાયટીમાં રહેતા નીલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા એ ફરિયાદ નોંધાવી છે કે તે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાની ઓફિસમાં કામ કરતો હોય અને તેને ૧૬ દિવસ જેટલું કામ કરેલ હોય તેનો પગાર વિભૂતિ પટેલ પાસે માંગતા હોય જે વિભુતી પટેલ આપતા ના હોય જેથી નીલેશભાઈ દલસાણીયા અને સાહેદો પોતાનો પગાર લેવા માટે ગત તા.૨૨ ના રાત્રીના જતા ડી ડી રબારી એ સાહેદ ભાવેશભાઈ મકવાણાને એક ફડાકો મારી ત્યાંથી નીકળી જઈ તેમજ ઓમ પટેલ, રાજ પટેલ અને પરીક્ષિત તથા અજાણ્યા સાતેક માણસો એ એક સંપ કરી નીલેશભાઈને પકડી તેના વાળ ખેંચી મોઢા પર ફડાકા મારી રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટ નામના શોપિંગમાં છત પર લઇ જઈ વિભૂતિ પટેલ, ઓમ પટેલ,રાજ પટેલ અને પરીક્ષિત તથા અજાણ્યા ઇસમોએ કમરના પટ્ટા વડે તથા ઢીકા પાટુંનો માર મારી ઈજા પહોચાડી વિભૂતિ પટેલે નીલેશભાઈને મોઢામાં ચપ્પલ લેવડાવી અપમાનિત કરી રાજ પટેલ એ બળજબરી પૂર્વક માફી માંગતો વિડીયો ઉતારી નીલેશભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી ડી રબારી અને અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!