GUJARATSAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સાયલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા આયોજીત ટીચર પ્રીમીયર લીગ ૨૦૨૪ યોજાઈ.

તા.06/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌ પ્રથમવાર મહિલા શિક્ષકોની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો આજ રોજ સાર્વજનીક હાઉસ્કુલ સાયલાના ગ્રાઉન્ડ ખાતે મહિલા શિક્ષકોની દુર્ગા ઇલેવન તથા લક્ષ્મી ઇલેવન વચ્ચે ક્રિકેટ મેચ યોજાઇ હતી બંને મહિલા ટીમના દરેક ખેલાડી જેમાં, પરમાર રેખાબેન (કેપ્ટન), ડોરીયા જયોતિબેન (વા.કેપ્ટન), અધારા મનાલીબેન (વિકેટ કીપર), સિંધવ સ્મિતાબેન, રાઠોડ હિરલબેન, રાઠોડ ધારાબેન, ડોરીયા વર્ષાબેન, વ્યાસ આનલબેન, પરમાર ચંન્દ્રીકાબેન, પારધી હર્ષિદાબેન, હેદપરા પ્રિતીબેન સહિત સમગ્ર ટીમ દ્વારા ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં પ્રથમ દાવ લઇ લક્ષ્મી ઇલેવન દ્વારા 6 ઓવરના અંતે 42 રન કરવામાં આવ્યાં હતાં ત્યારે દુર્ગા ઇલેવનના કેપ્ટન રેખાબેન પરમારે ઓપનીગમાં આવી ધમાકેદાર બેટીંગ કરી, ચોકકા છકકાની આતશબાજી કરી ફકત બે જ ઓવરમાં 42 રનનો લક્ષ્યાંક પાર કરી 44 રન બનાવી દુર્ગા ઇલેવનને વિજેતા બનાવી ટ્રોફી પોતાની ટીમના નામે કરવામાં આવી હતી ત્યારે ગ્રાઉન્ડમાં હાજર અધિકારીઓ શિક્ષકો તથા ક્રિકેટ રસીકો દ્વારા વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!