MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રીક્ષામાં પેસેન્જર તરીકે.પ્રૌઢને બેસાડીને નજર ચૂકવી ઘરેણાની ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા 

MORBI:મોરબી રીક્ષામાં પેસેન્જર તરીકે.પ્રૌઢને બેસાડીને નજર ચૂકવી ઘરેણાની ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

 

 

તા.૨૧ સપ્ટે.૨૦૨૪ ના રોજ મોરબી નવા બસ સ્ટેન્ડના ગેઇટ પાસેથી ફરીયાદી જયસુખભાઇ બચુભાઇ લખતરીયા રહે. રાજકોટ વાળા રાજકોટથી મોરબી અલગ અલગ સોની વેપારીના ઓર્ડર મુજબના ચાંદીના દાગીનાની ડિલેવરી કરવા આવ્યા હોય ત્યારે રાજકોટથી-મોરબી નવા બસ સ્ટેન્ડ બસ મારફત આવ્યા હતા. જ્યાંથી રાજકોટ તરફથી આવતી સી.એન.જી. રીક્ષામાં બેસી મોરબી સોનીબજારમાં જતા હતા ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં રિક્ષાની પાછળની શીટમાં જયસુખભાઈ સાથે બેઠેલ ઇસમોએ તેમની નજર ચુકવી થેલાની ચેન ખોલી થેલામાં રાખેલ ચાંદીના દાગીના જેનુ વજન ૧ કીલો ૪૦ ગ્રામ કી.રૂ. ૯૩,૦૦૦/- ની મત્તાની ચોરી કરી નાશી ગયેલ હોય જે બાબતે જયસુખભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અંગે અજાણ્યા રીક્ષાચાલક સહિત ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


ઉપરોક્ત ચોરીના બનાવ બાબતે મોરબી એલસીબી પીઆઇ એમ.પી. પંડયાના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં એક ટીમ બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોપવામાં આવેલ હતી. જે દરમ્યાન ગુનાને અંજામ આપનાર રીક્ષા અંગે સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ તપાસતા ઉપરોકત ગુનાને અંજામ આપનાર રીક્ષા પીળા કલરના હુડ વાળી જેની પાછળની નંબર પ્લેટ લગાડેલ ન હોય અને પાછળના ભાગે હુડમાં હીરો તથા હીરોઇનના ફોટા વાળુ પોસ્ટર લગાડેલ હોય જે રીક્ષામાં બેઠેલ ઇસમો પૈકી એક ઇસમ અજાભાઈ ભીમાભાઈ સોલંકી રહે.રાજુલા વાળો હોવાનું અને તે અગાઉ પણ આવા જ પ્રકારના ગુનાઓમાં પકડાયેલ હોવાનુ અને હાલ ગઈકાલ તા.૧૮ ઓક્ટો.ના રોજ ઉપરોકત રીક્ષામાં ત્રણેક ઇસમો બેસી રાજકોટથી મોરબી તરફ આવનાર હોવાની હકિકત એલ.સી.બી.સ્ટાફના માણસોને મળેલ હોય જે હકિકત આધારે મોરબી ભકિતનગર સર્કલ પાસે વોચ તપાસમાં હતા. દરમ્યાન મળેલ હકિકત આધારે સી.એન.જી.રીક્ષા નં. જીજે-૦૧-ટીએચ-૩૫૬૪માંથી ઉપરોકત ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપી અજયભાઇ ઉર્ફે અરજણ ઉર્ફે અજો ઉર્ફે બેરો ભીમાભાઇ સોલંકી ઉવ.૪૫ રહે. રાજુલા વાવેરારોડ દેવીપુજક વાસ જી.અમરેલી, જોરૂભાઇ ઉર્ફે જોકર જશુભાઇ બારીયા ઉવ.૨૬ રહે. મહુવા નુતનનગર જી.ભાવનગર તથા રાકેશભાઇ ઉર્ફે રાવડી રમેશભાઇ સોરઠીયા ઉવ.૨૮ રહે.મહુવા નુતનનગર જી.ભાવનગરવાળાને ચાંદીના દાગીના સાથે મળી આવતા ત્રણેય આરોપીઓને હસ્તગત કર્યા હતા, આ સિવાય ચોથો આરોપી આકાશ જયંતિભાઇ સોરઠીયા રહે. મહુવા જી.ભાવનગરવાળાને ચોરીના આ ગુનામાં પકડવા પર બાકી હોય જેની શોધખોળ શરૂ કરી છે.પકડાયેલ રીક્ષા ચાલક સહિત ત્રણેય આરોપીઓની સઘન પુછપરછ કરતા પોતે ત્રણેય ઇસમો તથા અન્ય એક ઇસમે મળી ઉપરોકત ગુનાને અંજામ આપેલાની કબૂલાત આપતા હોય જેઓની પાસેથી ચાંદીના દાગીના ૧ કીલો ૪૦ ગ્રામ કી.રૂ. ૯૩,૦૦૦/-, રોકડા રૂપીયા-૨૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ સી.એન.જી. રીક્ષા તથા એક મોબાઇલફોન મળી કુલ રૂ.૧,૬૫,૫૦૦/- નો મુદામાલ કબજે કરી આરોપીઓને મુદામાલ સાથે આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!