DASADAGUJARATSURENDRANAGAR

દસાડાના અંબાળા ગામની સીમ વિસ્તારમાં શ્રાવણીયો જુગાર રમતા 11 શકુનિઓ ઝડપાયા.

તા.05/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડ રૂ.36,300 તથા મોબાઇલ ફોન નં 8 કિ.રૂ.16,000 અન્ય કુલ મળી રૂ.52,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

દસાડા પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગ દરમિયાન મેતાસર ગામના બોર્ડ પાસે પહોંચતા સાથેના પો.કો દીપકભાઈ જયંતીભાઈ ને ખાનગી બાતમી મળતા કે અંબાળા મેતાસર રોડ પર આવેલ કારોલ તલાવડી પાસે ખેતરમાં ઓરડી બહાર લાઈટના અજવાળે અમુક ઈસમો તીન પત્તીનો જુગાર રમે છે જેથી તાત્કાલિક દાંત ની વાડી જગ્યાએ પોલીસ સ્ટાફના પીએસઆઈ વી આઈ‌ ખડીયા, પો.હે.કો મનીષભાઈ, વિજયસિંહ, સુરેશભાઈ, દીપકભાઈ સહિત ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેડ કરતા બાતમી વાળી જગ્યાએથી આરોપી, મુકેશભાઈ કમાભાઈ ભદ્રેશિયા અંબાળા દશાડા, રણજીતભાઈ લક્ષ્મણસિંહ ઝાલા ઇન્દિરાનગર માંડલ, મયુરસિંહ વનરાજસિંહ ઝાલા અંબાળા દસાડા, દિનેશભાઈ ઉર્ફે ચકો ભુલાભાઈ છત્રોટીયા વડગામ દસાડા, યુવરાજસિંહ સનુભા ઝાલા અંબાડા દસાડા, રાજેશભાઈ વિષ્ણુભાઈ ઠાકોર ઇન્દિરાનગર માંડલ, આંબુભાઈ ઈશ્વરભાઈ અંબારીયા અંબાળા દસાડા, કરણભાઈ રૂપસંગજી ઠાકોર ઇન્દિરાનગર માંડલ, મહેશભાઈ જયતીભાઈ સાપરિયા અંબાળા દસાડા, રસિકભાઈ જેસીંગભાઇ ઠાકોર વડગામ દસાડા, નરેન્દ્રસિંહ રામભાઈ ઝાલા દસાડા વાળાઓને તિન પતીનો જુગાર રમતા રોકડા રૂ.36,300 તથા મોબાઇલ નંગ 8 કિ.રૂ.16,000 એમ કુલ મળીને રૂ.52,300 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમાંમ આરોપીઓ વિરુદ્ધ દસાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!