GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં સ્વછતા હી સેવા  ઝુંબેશ ના ભાગરૂપે વોર્ડ નં.૫ માં ૨૮  ટન  કચરાનો નિકાલ કરાયો

વોર્ડ નં. ૧ થી ૧૫માં સઘન સફાઈ હાથ ધરવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : સ્વછતા હી સેવા   સફાઈ ઝુંબેશ ના ભાગરૂપે જૂનાગઢ શહેરના વોર્ડ નં ૫ માં કલેકટર ઑફિસ રોડ થી મિરાનગર રોડ અને ત્યાંથી ચોબારી બાયપાસ રોડ માં  સફાઈ અભિયાન તેમજ વોર્ડ નં. ૧ થી ૧૫  માં આવતા  મેઈન રોડ સોસાયટીઓ તેમજ નાના બસ સ્ટેન્ડ વોર્ડ માં  આવતી સોસાયટીઓમાં સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી.
જેમાં કચરો તેમજ સી એન ડી વેસ્ટ તથા ઝાડી ઝાંખડા સહિત  આશરે ૨૮ ટન  કચરો ૭૦ કામદારો તેમજ ટ્રેકટર ૩, જેસીબી ૧  અને  સૂપડી ૧ દ્વારા કચરો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફાઈ ઝુંબેશ  વોર્ડ પ્રભારી  સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ હાજાભાઈ ચુડાસમા અને રાજુભાઈ  ત્રિવેદી અને એસ આઇ ના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!