આદર્શ સાયન્સ, આર્ટ્સ & કોમર્સ કોલેજ, વિસનગરમાં “વાર્ષિકોત્સવ અને શુભેચ્છા સમારોહ” યોજાયો
8 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટ્સ & કોમર્સ કોલેજ,વિસનગરમાં તા-૨૫/૦૨/૨૦૨૫ ને બુધવારના રોજ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે રહેલી સુષુપ્ત પ્રતિભાઓને ઉજાગર કરવા “વાર્ષિકોત્સવ” અને “શુભેચ્છા સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે શ્રીદિલીપભાઈ જે.ચૌધરી (બોર્ડ ઓફ મેમ્બર- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ), અતિથિ વિશેષશ્રી હિરેનભાઈ પટેલ (બોર્ડ ઓફ મેમ્બર- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ), ડૉ.મુકેશભાઈ ચૌધરી (ઉપાસના હોસ્પિટલ, મહેસાણા) તથા અન્ય મહાનુભાવોમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી ડૉ.વિઠ્ઠલભાઈ ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરી, બાંધકામ સમિતિના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ ચૌધરી, કેળવણી મંડળના આંતરિક ઓડિટરશ્રી જેસંગભાઈ ચૌધરી, શાળા સંચાલન સમિતિના સભ્યશ્રી વિષ્ણુભાઈ ચૌધરી, આદર્શ વિદ્યાલયના પ્રિન્સિપાલશ્રી દિનેશભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ. વિઠ્ઠલભાઈ ચૌધરીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી પરીચય આપ્યો હતો તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી અને હોદ્દેદારશ્રીઓ દ્રારા મહેમાનશ્રીઓનું બુકે, સાલ તથા મોમેન્ટથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં મુખ્ય મહેમાનશ્રી દિલીપભાઈ જે.ચૌધરીએ આદર્શ શૈક્ષણિક સંકુલે સિદ્ધ કરેલ પ્રગતિના સોપાનોને બિરદાવ્યા હતા તથા “પુરુષાર્થ એજ પારસમણિ” ઉક્તિને સાર્થક કરતું પ્રવચન આપી વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેવી શુભેચ્છાઓ આપી હતી. અતિથિ વિશેષશ્રી ડૉ.મુકેશભાઈ ચૌધરીએ પણ “શિક્ષણ અમૂલ્ય ધન છે” એ વિશે પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આદર્શ આર્ટ્સ & કોમર્સ કોલેજના પ્રિન્સિપાલશ્રી કેતુલભાઈ ડી.ચૌધરી દ્વારા કોલેજની વાર્ષિક શૈક્ષણિક સિદ્ધિઓનો અહેવાલ રજૂ કરી વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગરબા, લેઝીમ ડાન્સ, ઘુમ્મર તથા સંગીત વગેરે જેવા વિવિધ પ્રકારના રંગારંગ કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓ, વાલીગણ અને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તથા મહેમાનશ્રીઓના અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓના હસ્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અને શિક્ષણ ક્ષેત્રે તથા ખેલ મહાકુંભમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે યુનિવર્સિટી કક્ષાએ કોલેજની વિદ્યાર્થીની નેત્રા ચૌધરી દ્વારા રમતગમતમાં ગોલ્ડ મેડલ મેળવવા બદલ મહાનુભાવોના વરદ્દ હસ્તે ઈનામ આપી તેની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી.
અંતમાં આભારવિધિ જીતેન્દ્રભાઈ પટેલે કરી હતી. તથા સૌ સ્વરુચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા.
આમ કોલેજના સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી વાર્ષિકોત્સવ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું.