GUJARATNAVSARI

નવસારી જિલ્લા ટ્રાફિક ભવન તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ સી.આર પાટીલના હસ્તે કરાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
“જીલ્લા ટ્રાફિક ભવન“ લોક ભાગીદારી થકી નવનિર્મિત બનાવવામાં આવેલ “ ટ્રાફિક ભવન બિલ્ડીંગ” તથા “સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન” લોકાર્પણ સમારોહ નવસારી ટાઉન પો.સ્ટેની પાછળ, સીલોટવાડ તા.જી.નવસારી ખાતે શ્રી સી.આર.પાટીલ માનનીય સંસદ સભ્ય, નવસારી લોકસભાનાઓના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ.
​​ઉપરોકત કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે શ્રી રાકેશભાઇ દેસાઇ, ધારસભ્ય, નવસારી વિધાનસભા, શ્રી પરેશભાઇ દેસાઇ, નવસારી જીલ્લા પંચાયત પ્રમુખ, શ્રીમતી મિનળબેન દેસાઇ, નવસારી વિજલપુર નગરપાલીકા પ્રમુખ, શ્રી અમીત પ્રકાશ યાદવ, કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી નવસારી, શ્રીમતી પુષ્પલતા, ડી.ડી.ઓ નવસારી, શ્રી વી.ચંન્દ્રશેકર, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત, શ્રી સુશિલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, નવસારી, શ્રી ભુરાભાઇ શાહ, જીલ્લા ભાજપ પ્રમુખ નવસારી, શ્રીમતી શિતલબેન સોની, જીલ્લા મહિલા મોર્ચા પ્રમુખનાઓ હાજર રહ્યા હતા “ ટ્રાફિક ભવન” તથા “સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન”  લોકાર્પણ સમારોહમાં શ્રી સી.આર.પાટીલ માનનીય સંસદ સભ્ય, નવસારી લોકસભાનાઓ દ્વ્રારા લોકાર્પણ કર્યા બાદ સુંદર પ્રવચન કરવામાં આવેલ. શ્રી સુશિલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, નવસારીનાઓ દ્વ્રારા નવસારી જિલ્લામાં અકસ્માતમાં ધટાડો કરવામાં સતત પાંચમાં વર્ષમાં એટલે કે સને-૨૦૧૮ માં ૨૬૪ ફેટલીટીઝ થયેલ હતા જે સને-૨૦૨૩ માં કુલ ૧૬૬ ફેટલીટીઝ થયેલ છે જેમાં ૩૭% જેટલો અકસ્માતમાં મૃત્યુના પ્રમાણમાં ઘટાડો કરવામાં નવસારી ટ્રાફિક પોલીસ દ્વ્રારા કરવામાં આવેલ સુંદર કામગીરીની પ્રશંસા કરવામાં આવેલ અને કુલ અકસ્માતમાં ૭૦% જેટલા મૃત્યુ હેલ્મેટ ન પહેરવાના કારણે થાય છે તે માટે એક ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતુંટ્રાફિક બ્રિગેડના જવાનો પણ પોલીસ વિભાગનો એક ભાગ હોઇ તેમની સુરક્ષા અને સગવડતા માટે હાલમાં જ સ્ટેટ ટ્રાફિક બ્રાંચ તરફથી વિશેષ ડિઝાઇનમાં સેફટી હેલ્મેટ એરસર્કયુલેશન વાળા અને લાંબો સમય સુધી પહેરી શકાય તેવા અને વ્હાઇટ હેલ્મેટ હોવાથી ગરમી ઓછી લાગે તેવા અને ટ્રાફિક નિયમનની કામગીરી દરમ્યાન અચાનક માથામાં પથ્થર લાગવાથી ઇજા ન થાય તેવા ખાસ પ્રકારના તૈયાર કરવામાં આવેલ હેલ્મેટનું શ્રી સી.આર.પાટીલ, માનનીય સંસદ સભ્ય, નવસારી લોકસભાનાઓ દ્વ્રારા અનાવરણ કરવામાં આવેલ.​​આ નવનિયુકત ટ્રાફીક ભવનમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પણ કાર્યરત કરવામાં આવેલ જેમા ૦૧ પોલીસ ઇન્સ્પેકટર, ૦૨ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા ૧૪ પોલીસ કર્મચારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ આજના સમયમાં દરેક જનસામાન્યને સીધી રીતે સ્પર્શે છે અને આવનાર દિવસોમાં સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ સામે લડત આપવા માટે આ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!