BANASKANTHAPALANPUR

ગવરા પ્રા.શાળામાં ભાવદર્શન સન્માન સમારોહ યોજાયો

6 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ

ગવરા પ્રાથમિક શાળામાં ભાવ દર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો એમાં કુલ છ મિત્રોને વિદાય આપવામાં આવી જેમાં ઉમેશભાઈ પટેલે ગવરા પ્રાથમિક શાળામાં 20 વર્ષ અને દિપેશભાઈએ 16 વર્ષ નોકરી કરી અને સાથે સાથે ચાર જ્ઞાન સહાયક મિત્રો પ્રકાશભાઈ સોલંકી , રીંકુબેન ચૌધરી , જીગીશાબેન ચૌધરી અને નિશાબેન ચૌધરી એ પણ 10 મહિના નોકરી કરી હતી. આજે એમનો છ મિત્રોનો ભાવ દર્શન સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં વિરમપુર સેન્ટર ના આચાર્ય બેન શ્ની પુષ્પાબેન તેમજ તેમનો શાળા પરિવાર સાથે સાથે વિરમપુર સેન્ટરના સી.આર.સી કો-ઓર્ડીનેટર તેમજ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી પ્રકાશભાઈ ચૌહાણ તેમજ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અમીરગઢ તાલુકાના મહામંત્રી શ્રી વિનોદભાઈ પટેલ તેમજ વિરમપુર સેન્ટરની પેટા શાળાઓ ટાઢોડી, ગોળીયા, ચીકણવાસ ,હડમાના અને કાદરપુરા પ્રા શાળાના શિક્ષક મિત્રો તેમજ બાજુના સેન્ટર કાનપુરા માંથી કાનપુરા સેન્ટરનાઆચાર્યબેનશ્રીમીનાક્ષીબેન,રમેશભાઈ,રાજુભાઈ, સરલાબેન તેમજ ખાપરા પ્રાથમિક શાળાનો પરિવાર , પેડચોલી શાળામાંથી કમલેશભાઈ, ભાયલા પ્રાથમિક શાળા માંથી કમલેશભાઈ , જોડાવાસ શાળા માંથી જગદીશભાઈ ,પાદણી શાળામાંથી રાજેન્દ્રસિંહ તથા સ્વીટુભાઈ, નીચલાઘોડા માંથી નરેશભાઈ અને વિરમપુરમાંથી ડોક્ટર ગૌતમભાઈ અને દરજી ભરતભાઈ સાથે સાથે ગવરા ગામના ગ્રામજનો અને ગવરા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ,સક્રિય આચાર્ય બેન શ્રી સેજલબેન સોની તેમજ શાળા પરિવાર સાથે મળીને ખૂબ જ ઉત્સાહ અને હોશભેર થી આ કાર્યક્રમને દિપાવ્યો અને છ મિત્રોને ભાવવિભોર વિદાય આપી હતી.આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની આભાર વિધિ કમલેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!