HALOLPANCHMAHAL

હાલોલ રોટરી ક્લબ ઓફ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો.

તા.૨૬.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા સેવાકીય પ્રવૃતિના ભાગરૂપે આજે રવિવારના રોજ હાલોલ નગરનાં કંજરી રોડ પર આવેલ કલરવ સ્કૂલ ખાતે મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સવારે 9:00 કલાકે રોટલી ક્લબના પ્રમુખ પ્રદીપભાઈ પરીખ અને સેક્રેટરી હાર્દિકભાઈ જોષીપુરા,પૂર્વ નગર પાલિકા પ્રમુખ શીતલભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ મેઘા મેડિકલ કેમ્પ માં અનુભવી ડોક્ટર દ્વારા CBC કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ,FBC ડાયાબિટીસની તપાસ,લિપિડ પ્રોફાઈલ, લીવર પ્રોફાઈલ,TSH થાઈરોઇડ ટેસ્ટનું ચેકઅપ 50 ઉપરાંત દર્દીઓએ કરાવ્યું હતું.જ્યારે આ મેઘા મેડિકલ કેમ્પ સહયોગ લેબોટરી તેમજ કેર હોસ્પિટલ ટ્રોમા એન્ડ આઈ.સી.યું નાં સહયોગથી યોજાયો હતો.જેમાં ડૉ.મિહિર શાહ કેન્સર સર્જન, ડૉ.મિલન વર્મા MD ફિજીશિયન, ડૉ. જય શાહ ઓર્થો સર્જન તેમજ ડૉ. સંજય પટેલ ઉપસ્થિત રહી સેવા આપી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!