DAHODGUJARAT

દાહોદ ના બિરસા મુંડા ભવન ખાતે સમાજ રત્નો અને નવ નિયુક્ત અધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો

તા.૨૭.૧૧.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ના બિરસા મુંડા ભવન ખાતે સમાજ રત્નો અને નવ નિયુક્ત અધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો

બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે આજરોજ સમાજ રત્નો અને નવ નિયુક્ત વર્ગ 1 અને 2 અધિકારીઓનો સન્માન સમારંભ મેનેજિંગ ટ્રસ્ટી વી.એમ.પારગીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. દીપ પ્રાગટય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રી સી.આર. સંગાડાએ કાર્યક્રમના ઉદ્દેશયો જણાવ્યા હતા. ભવનના સહ મંત્રી રાજેશભાઈ ભાભોરે સ્વાગત કર્યુ હતુ. દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસીઓમાં શિક્ષણ, આર્થિક અને સામાજિક વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર વયોવૃદ્ધ અગ્રણીઓ પૂર્વ સાંસદ અને ગુજરાત આદિવાસી વિકાસ પરિષદના પ્રમુખ સોમજીભાઇ ડામોર, પૂર્વ ધારાસભ્ય અને ભીલસેવા મંડળ દાહોદના પૂર્વ પ્રમુખ નરસિંહભાઈ હઠીલા અને મહંત સુમરણદાસજી સાહેબનું બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા “આદિવાસી સમાજરત્ન ” સન્માન પત્રો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. ” આદિવાસી સમાજરત્ન” સન્માન પત્રોનું વાંચન અને કાર્યક્રમનું સંચાલન પ્રા. હરિપ્રસાદ કામોલે કર્યું હતું. આદિવાસી સમાજરત્નોએ પ્રાસંગિક ઉદબોધનમાં શુભાષિશ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં આઈ. એ.એસ.અધિકારી બી.બી.વહોનીયા, અધિક કલેક્ટર પ્રત્યુક્ષભાઈ વસૈયા, ટ્રસ્ટી ડૉ. કે.આર. ડામોર, ઉપપ્રમુખ નયનભાઈ ખપેડ, કન્વીનર આર. એસ.પારગી, દિનેશભાઇ બારીયા,ટ્રસ્ટી મંડળના સભ્યો, મેનેજમેન્ટ ટીમના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત વર્ગ 1 અને 2ના કુલ 31 અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરીને સિદ્ધિઓને બિરદાવી હતી અને સમાજની સળગતી સમસ્યાઓ અંગે ચિંતન કર્યુ હતુ. ચાર નવનિયુક્ત અધિકારીઓ અક્ષયભાઇ પારગી સુરેશભાઈ રાઠોડ હિતેશભાઈ કટારા અને ડૉ. રીટાબેન બામણીયાએ દાહોદ સમાજભવનની સમાજ વિકાસની કામગીરીને બિરદાવી હતી. અંતમાં આભાર દર્શન ટ્રસ્ટી રોશનીબેન બીલવાળ દ્વારા કરવામાં આવ્યુ હતુ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!