GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પિયત મંડળીઓનો ઉદ્દેશ ૧૦૦ ટકા સિંચાઈ સવલત અને ૧૦૦ ટકા પાણીનો બચાવ; સમૃદ્ધ ખેતી થકી દરેક ખેડૂત બને સમૃદ્ધ

પિયત મંડળીઓનો ઉદ્દેશ ૧૦૦ ટકા સિંચાઈ સવલત અને ૧૦૦ ટકા પાણીનો બચાવ; સમૃદ્ધ ખેતી થકી દરેક ખેડૂત બને સમૃદ્ધ

ખેતી અને ખેડુત બન્નેની દશા અને દિશા બન્ને બદલી ગયા ; હળવદ વિસ્તારની અંદાજિત ૪૦૦ હેકટર જમીનની કાયાપલટ થઈ ગઈ

‘ભૂમિ ભારત ગરીમામયી, નિત્ય નીપજે હેમ,
વહે નીર સરિતા તણા રખે, ખુંદે પુત્રી ખોળો જેમ’

ગુજરાતે તાજેતરના દાયકાઓમાં વિકાસની વાટે જે દોટ મૂકી છે તે અદ્વિતીય છે. જોત જોતામાં ગુજરાત રાજ્ય વિકાસનો પર્યાયી બની ગયો. તમામ ક્ષેત્રોની સાથે કૃષિ ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભરી છે. નર્મદાના નીર ગુજરાતના ચારે ખૂણામાં પહોંચ્યા અને ગજરાતની ધરા પાણીદાર બની ગઈ. હવે આ કેનાલોથી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટેનું કામ થોડું કઠિન હતું જેના માટે પણ સરકાર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું. આ કામમાં સરકારની સાથે પિયત મંડળીઓ પણ જોડાઈ અને નર્મદા તેમજ ડેમ અને નદીઓના નીર વ્યવસ્થિત આયોજન સાથે ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડી પાણીના સંવર્ધન માટે પણ ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવવામાં આવી. મોરબી જિલ્લાના રોહિશાળા ગામેથી શરૂ થયેલી પિયત મંડળીની પ્રેરણાદાયી યાત્રા આજે ગુજરાતના ગામે ગામ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભારતની ભૂમિ વર્ષોથી ગૌરવશાળી રહી છે. આજે પણ જયાં નજર કરો ત્યાં સુવર્ણ સરીખી વિરાસત ધરબાયેલી છે. આ ભૂમિ પર આજે પણ રાજા જનક જેવા મહાપુરુષ હળ ચલાવે તો ધરતી માતાના ખોળામાંથી માતા સિતાનું અવતરણ થાય એમ છે. તો ગુજરાતની ધરતી કંઇક વિશેષ મહત્વ ધરાવે છે. વાત કરીએ મોરબીની તો મોરબી જિલ્લાની માટી સિરામિક ઉદ્યોગ થકી વૈશ્વિક સ્તરે આગવું ગૌરવ ધરાવે છે, તો કૃષિની દૃષ્ટીએ પણ મોરબી જિલ્લો મહત્ત્વનો છે. એક સમયની બીનઉપજાઉ જમીનને પિયત મંડળી થકી નવપલ્લવિત બનાવી અહીંના ખેડૂતોએ દાડમ સહિતના ફળોની મીઠાશ વિશ્વ સુધી પહોંચાડી છે.
મોરબી જિલ્લામાં ખેડૂતો સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવાના હેતુથી વર્ષ ૨૦૦૫ માં રોહિશાળા ખાતે દેવશીભાઈ સવસાણીએ પિયત મંડળી બનાવી આ પિયત મંડળી થકી તે ગામ અને આસપાસના વિસ્તારમાં પાણી પહોંચાડ્યા. પાણીની સવલત પ્રાપ્ત થતા એ ખેડૂતો સમૃદ્ધ બન્યા અને આજુબાજુના વિસ્તારના લોકો પણ તેના પરથી પ્રેરણા લઈ મંડળીઓ બનાવી. દેવશીભાઈ અને તેમની મંડળીની કામગીરીની સરકારે પણ નોંધ લીધી અને પૂરતો સહકાર આપ્યો. ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદ્દ્વહન પિયત સહકારી સંઘ લિ.નું ગઠન કરવામાં આવ્યું અને દેવશીભાઈ સવસાણીને તેના ચેરમેન બનાવવામાં આવ્યા. દેવશીભાઈની રાહબરી હેઠળ અને સરકારશ્રીના સહયોગ થકી મોરબી જિલ્લામાં ૫૫ (પંચાવન) જેટલી પિયત મંડળીઓનું ગઠન કરવામાં આવ્યું છે.
આ પિયત મંડળીઓ સુધી પાઈપ લાઈનનું નેટવર્ક ઉભુ કરી નર્મદા કેનાલ, ડેમ તથા નદી વગેરે જળ સંસાધનોમાંથી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે અને ૧૦૦% ટપક સિંચાઇ પદ્ધતિ થકી આ પાણીનો કરકસરયુક્ત વપરાશ કરવામાં આવી રહ્યો છે. હળવદ વિસ્તારમાં વર્ષ ૨૦૦૮માં નંદનવન પિયત મંડળી બનાવવામાં આવી. આસપાસના ખેડૂતોએ ૭-૮ કિલોમીટર લાંબુ પાણીનું પાઈપ લાઈન નેટવર્ક ઉભુ કરી નર્મદા કેનાલનું પાણી ખેતરો સુધી લઈ આવ્યા. ત્યારબાદ તો ખેડૂતો અને જમીન બન્નેની દશા અને દિશા બન્ને બદલી ગયા.
ત્યારબાદ નંદનવન પિયત મંડળી પરથી પ્રેરણા લઈ આજુબાજુમાં બીજી મંડળીઓ પણ બની. જેમાં આર્યવન સિંચાઈ મંડળી, બહુચર સિંચાઈ મંડળી, કિસાન સિંચાઈ મંડળી અને પંચાસર સિંચાઈ મંડળી મુખ્ય છે. આ ખેડૂતોએ બાગાયતી ખેતી અપનાવી ખેતી ક્ષેત્રે આગવું નામ કર્યું છે. જોતજોતામાં હળવદ વિસ્તારની અંદાજિત ૪૦૦ હેકટર જમીનની કાયાપલટ થઈ ગઈ.

આ બાબતે ગુજરાત રાજ્ય ઉદ્દ્વહન પિયત સહકારી સંઘ લિ.ના ચેરમેનશ્રી દેવજીભાઇ સવસાણી જણાવે છે કે, મોરબી જિલ્લાના રોહિશાળાનો હું વતની છું રોહિશાળાની નાની પિયત મંડળીથી આ કાર્યની શરૂઆત કરી આજે હું આ સફળતા સુધી પહોંચ્યો છે. હાલ સરકારની સાથે સમગ્ર ગુજરાતમાં પિયત મંડળીઓના વ્યાપ માટે અમે સતત ચિંતનશીલ છીએ. વર્ષ ૨૦૦૫ માં નાની પિયત મંડળીની શરૂઆત કરી હતી. જેતે સમયમાં આજી ડેમના વહેતા પાણીમાંથી હજારો ફુટ લાંબી લાઈન નાખીને લાખોનો ખર્ચ કર્યો હતો. આજીથી ગામ સુધી પાણી પહોચ્યુંને ખેડૂતોના ચડતીના દિવસો શરૂ થયા, ગામમાં ખેડૂતોની આવક વધી જેથી ગામની ખુશહાલીમાં પણ વધારો થયો. સરકારે વર્ષ ૨૦૦૬માં અમને ૮ કલાક વીજળીની અને વર્ષ ૨૦૦૯માં ઔદ્યોગિક વીજ માળખું ખેતીક્ષેત્રે ઉભુ કરી ૨૪ કલાક વીજળીની ભેટ આપી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુક્ષ્મ સરફેઝ વોટર પ્રોજેક્ટ સિસ્ટમથી સમગ્ર ગુજરાતને આવરી લેવાની વિચારણા કરવામાં આવી છે.

નંદનવન સિંચાઈ સહકારી મંડળીના ખેડૂતશ્રી મહેશભાઈ પટેલ જણાવે છે કે, અમારી બાજુમાં અહિં નર્મદા નહેરના પાણી અહીં ખેતર સુધી પહોંચાડવા વૈકલ્પિક વ્યવસ્થા કેવી રીતે કરવી તે મોટો પ્રશ્ન હતો. અનેક સલાહ સુચન બાદ ૬ કિલોમીટર જેટલી દૂર આવેલી કેનાલથી પાણી લઈ આવવા પાઈપલાઈન નાખવામાં આવી. ૨૦૦૮ પહેલા એવી સ્થિતિ હતી કે ચોમાસા આધારિત ખેતી થતી જેથી અડધો વિસ્તાર ઉત્પાદન વિનાનો રહેતો. સિંચાઈ સુવિધા મળતા અંદાજિત ૪૦૦ હેકટર જમીન સંપુર્ણ બાગાયત, સંપૂર્ણ પિયત અને સંપૂર્ણ ટપક સંચાઈ પદ્ધતિ સાથે રળિયામણી બની ગઈ.
સરકારનો ખેડૂતોની આવક ડબલ કરવાનો જે અભિગમ છે તે અહીં ચરિતાર્થ થયો છે. મંડળીના ખેડૂતોની ટપક સિંચાઈ પદ્ધતિ આપનાવવા માટે ખેડૂતોને ૫૦% સબસીડી, ટાંકા બનાવવાની સહાય, નવી મંડળી બનાવવા પાઈપલાઈનમાં સહાય વગેરે યોજનાઓની સહાયથી ખેડૂતો સારૂ વળતર મેળવી રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!