થરામાં ભાજપા દ્વારા કારગીલ વિજય દીવસ નિમિત્તે મસાલ રેલી દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરી
૨૫ વર્ષ પહેલા શું થયું હતું? દેશના વીરોએ આવી રીતે દુશ્મનને કર્યા હતા ઘૂંટણિયે..
૧૯૯૯ એટલે કે ૨૫ વર્ષ પહેલા કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સૌનિકોની બહાદુરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારેબ કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તેમજ થરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ૨૫ મી જુલાઈ ૨૦૨૪ ના રોજ કારગિલ યુધ્ધમાં શહીદ થયેલા વિર જવાનોને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાના અઘ્યક્ષ સ્થાને મસાલ રેલી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.થરા સ્ટેટમાજી રાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ નાઘેલા,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,પૂર્વ મહામંત્રી ડાહ્યાભાઈ પીલીયાતર,તેજાભાઈ દેસાઈ, ઝેણુભા વાઘેલા,થરા શહેર ભાજપ યુવા પ્રમુખ લાલભા વાઘેલા,મંડળના પ્રમુખ,મોરચાના કાર્યકર્તા,મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ગૌરવપૂર્ણ શોર્ય રેલીમાં જોડાયા
હતા.મસાલ રેલી શ્રી ઝાઝાવડા ગ્વાલિનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન કરી ભારત માતા કી જય,વિર જવાનો અમર રહો ના નારા સાથે નગરપાલિકા રોડ, હાઈવેરોડ,માર્કેટ ગરનાળા થઈ હાઇવે સ્થિત શ્રી બહુચર માતાજીના મંદિરે પહોંચી સભામાં ફેરવાઈ કારગીલ યુધ્ધમાં શહીદ થયેલા વિર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પી હતી
નટવર. કે. પ્રજાપતિ, થરા