MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKOUncategorized

MORBI:મોરબીમાં ડીઝલ ચોરીનું જબરું કારસ્તાન ઝડપી લેતી સ્ટેટ મોનીટરીંગ સેલ!વિરપરડા ગામના પાટિયા પાસે પોલીસની ભાગીદારીમા ચાલતો હતો ગોરખધંધો!

 

મોરબીમાં ડીઝલ ચોરીનું જબરું કારસ્તાન ઝડપી લેતી સ્ટેટ મોનીટરીંગ સેલ!વિરપરડા ગામના પાટિયા પાસે પોલીસની ભાગીદારીમા ચાલતો હતો ગોરખધંધો!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ મોરબી પોલીસની ઉંઘ ઘ ઊડી જાય તેવી કાર્યવાહી કરી પીપળીયા ચાર રસ્તા નજીક વિરપરડા ગામના પાટિયા પાસે આવેલ ઓમ બન્ના હોટલના મેદાનમાં ચાલતા ડીઝલ ચોરીના નેટવર્કને ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ ડીઝલ ચોરી માં એલસીબી જેવા બ્રાંચમાં લાંબો સમય ફરજ બજાવી ગયેલા બે પોલીસ કર્મચારીઓ ની સંડોવણી બહાર આવી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ એટલે કે એસએમસીની ટીમે લાંબા સમયથી મોરબી નજીક વિરપરડા ગામના પાટિયા પાસે હોટલના મેદાનમાં ચાલતા ડીઝલ ચોરીના કારસ્તાનને ઝડપી લીધું છે પોલીસની ભાગીદારીમાં ચાલતા આ ગોરખધંધા ઉપર એસએમસી ત્રાટકતા જ બે નંબરનો ધંધો કરતા લોકોમાં દોડધામ મચી ગઇ છે, જ્યાં થી ૧૧ લોકો ની અટકાયત કરી છે જેમાં એક પોલીસ કર્મચારી નો સમાવેશ થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભરત મિયાત્રા નામ નો પોલીસ કર્મચારી, ઓમ બન્ના હોટલ સંચાલક અને આ ડીઝલ ચોરી નો મુખ્ય સૂત્રધાર ભાવેશ પરબતભાઇ ધ્રાંગા ઉર્ફે પુટી મુન્ના રાઠોડ જે હમણાં જ પાસા માં થી છુટીને બહાર આવ્યો છે. તેમની સંડોવણી બહાર આવી છે. આ સાથે અન્ય એક પોલીસ કર્મચારી જયવંતસિંહનારણ સિંહ ગોહિલ નું નામ ખુલ્યુ છે.આ છ મહિના થી ડીઝલ ચોરી નું નેટવર્ક ચાલી રહ્યું હતું. એસ એમ સી ની ટીમે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવીને ઘટનાસ્થળે થી બે ટેન્કર તેમાંથી એક જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક સ્વિફ્ટ કાર પોલીસમેન ભરત મીયાત્રાની મનાતી નંબર પ્લેટ વિનાની થાર જીપનો અને ૨૦૦ લીટર ડીઝલ જપ્ત કર્યું છે.

જામ ખંભાળિયા નજીક આવેલા ન્યારા રિફાઇનરી માંથી નીકળતા ટેન્કરોમાંથી જ આ ડીઝલ ચોરતા હોવાનું અને ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવા કંપનીના ત્રણથી ચાર જેટલાં સીલ તોડી નાખવામાં આવતા હોવાનું એસએમસી ના સૂત્રોએ જણાવ્યું છે.હજી આમાં ઊંડાણ ભરી તપાસ કરવામાં આવે તો બીજા કેટલાક મધ્યમ અધિકારી ના નામ ખૂલે તેવી પૂરી શક્યતા છે. અહીં એ વાત જણાવી દઈએ કે છેલ્લા ૧૦ વર્ષથી રેતી ચોરીના નેટવર્કમાં આ બંને પોલીસ કર્મચારીઓની સંડોવણી હતી. અને હાલ મોરબી શહેરમાં ખાણ ખનીજ વિભાગમાં સ્ટોક રજીસ્ટ્રેશન માં રજીસ્ટ્રેશન કરાવ્યા વગરના જે રેતીના ઢગલા પડ્યા છે તે ઢગલા અંગે તપાસ કરવામાં આવે તો આ રેતી ચોરીનું મોટું નેટવર્ક હબ પણ આ ભરત મિયાત્રા સહિત બંને પોલીસ કર્મચારીઓનું છે તેવું જાણવા મળ્યું છે. જો એસીબી મિલકત અંગે તપાસ કરે તો માતબર બેનામી અથવા અપ્રમાણસર મિલકત મળે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!