AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

TRB જવાનોને ફરજમુક્ત કરવાનો નિર્ણય પરત લેવાયો

થોડા દિવસ પહેલા ડીજીપી વિકાસ સહાયે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં ચોક્કસ સમયથી વધારે સમય માટે ટ્રાફિક વિભાગમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા છ હજારથી વધારે ટીઆરબી જવાનોને તબક્કાવાર ફરજ પરથી છુટા કરીને તેમના સ્થાને નવી ભરતી કરવામાં આવે. ડીજીપીના આનિર્ણયના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જે અનુસંધાનમાં અમદાવાદ અને સુરતમાં આજે મોટાપ્રમાણમાં ટીઆરબી જવાનોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવાની સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને ડીજીપીના આ નિર્ણયને બદલવા માટે રજૂઆત કરી હતી. સાથેસાથે તેમણે ડીજીપી અને ગૃહ વિભાગને એવી પણ રજૂઆત કરી છે કે તેમને છુટ્ટા કરવાને બદલે અન્ય પોલીસ સ્ટેશન કે અન્ય વિસ્તારમાં બદલી કરવામાં આવે છે.
અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા છ હજાર ઉપરાંત, જેટલા ટીઆરબી જવાનોને ફરજ પરથી છુટા કરાવાના ડીજીપીના હુકમને મામલો હવે ગંભીર સ્વરૂપ લઇ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં ટિઆરબી જવાનોએ કલેક્ટરને આવેદન આપીને ડીજીપી તેમજ ગૃહ વિભાગ સામે આંદોલનના મંડાણ કર્યા છે. એવામાં હવે સરકાર તેમના નિર્ણયથી પીછેહઠ કરી છે.
આ નિર્ણય સામે ઘણી મોટી અસર જોવા મળી અને ગૃહ વિભાગ સામે આંદોલનના પગલે હવે પ્રશાસન આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે. કેટલાક દિવસથી ચાલતા આંદોલનનો અંત આવશે. આ નિર્ણયથી આંદોલન પર ઉતરેલા જવાનો ફરીથી ફરજ પર પરત ફરશે. જોકે સરકારે કહ્યું કે, જે જવાનો પર નિયમભંગના ચાર્જ છે તેમને ફરજ પર પરત નહીં લેવામાં આવે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!