AHAVADANG

ડાંગ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ રાજ્યમાં શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં અચાનક જ વાદળોએ ઘેરાવો ભરતા શિયાળુ પાકો સહીત આંબાનાં આમ્રમંજરીને જંગી નુકસાન થવાની વકી સર્જાઈ હતી.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયા વાતાવરણમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા.ગિરિમથક સાપુતારાનાં ટેબલપોઈંટ,સનરાઈઝ પોઈંટ,રોપવે રિસોર્ટ, બોટીંગ,રોઝ ગાર્ડન,સ્ટેપ ગાર્ડન સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનાં સ્થળોએ આજરોજ વાતાવરણ ખુશનુમામય બનતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,આહવા,સુબિર સહીત પૂર્વપટ્ટીનાં ગામડાઓમાં વાદળોનાં ઘેરાવા સાથે ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ તાપણાનો સહારો લીધો હતો…

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!