BANASKANTHAKANKREJ

ભલાણા ખાતે આંગણવાડી તથા બાલમંદિરમાં દફતર સ્લેટ અને પેન વિતરણ કરાયું.

ભલાણા ખાતે આવેલ આંગણવાડી તેમજ બાલમંદિરમાં અભ્યાસ કરતા બાળકોને પ્રજાપતિ માનવ સચિનભાઈ દ્વારા  ૧૨ જન્મ દિવસ નિમિત્તે તા.૧૩/૦૭/૨૦૨૪ ને શનિવારના રોજ દફતર સ્લેટ અને પેન આપી બાળકોને ઉત્સાહી કર્યા હતા.
૧૩ જુલાઈ ૨૦૧૩ માં માતા   મનીષાબેન પ્રજાપતિ ના કુખે પિતા પ્રજાપતિ સચિનભાઈ અમરતભાઈ (મહેસાણા) ને ત્યાં જન્મેલ અને મહેસાણા અર્બન સ્કૂલ ધોરણ-૬ માં અભ્યાસ કરતા સુપુત્ર માનવ પ્રજાપતિના ૧૨ માં જન્મ દિવસ નિમિત્તે નાણાંનો ફાલતુ ખર્ચો કર્યા વગર માદરે વતનનું ઋણ અદા કરવાના ઉમદા આશયથી ભલાણા ખાતે આવેલ આંગણવાડી તેમજ બાલમંદિરમાં અભ્યાસ કરતા ૩૫ બાળકોને જન્મ દિવસની ઉજવણી પ્રસંગે બીજા કોઈ કેક કાપવાના કે એવા કોઈ બીજા વ્યર્થ ખર્ચા કર્યા વગર બાળકોને દફતર સ્લેટ અને પેન તથા નાસ્તા પાણી દ્વારા જન્મ દિવસની ઉજવણી કરી હતી ત્યારે આંગણવાડી તથા બાલ મંદિરના સ્ટાફે માનવ પ્રજાપતિ ના પરિવારનો આભાર માન્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Back to top button
error: Content is protected !!