RAJKOT

કોટડાસાંગાણી ઘટકમાં શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈનું આયોજન કરાયું

તા.૧૭/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

“આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ”ની ઉજવણીના ભાગરૂપે કોટડાસાંગાણી તાલુકામાં આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સેજા કક્ષાએ નંબર મેળવેલ કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સમાંથી બનતી વાનગી સ્પર્ધા યોજાઈ હતી.

ભારતની પરંપરાગત ખેત પેદાશો (શ્રી અન્ન)ના રોજીંદા આહારમાં સામેલ કરી સમગ્ર દેશના નાગરિકોને સુપોષિત કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હિમાયતી પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૨૩ને “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે રાજ્યભરના જિલ્લાઓના આંગણવાડી ઘટકોમાં શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. આ સંદર્ભે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં મિલેટ્સ સ્પર્ધા યોજાઈ હતી.

જેમાં આશરે ૮૦ કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જુવારના લોટની સુખડી, જુવાર-બાજરીની ઘુઘરી, મિલેટસ કુકીસ, બાજરીના થેપલા, મિક્ષ મિલેટ્સ વડા સહિતની વાનગીઓથી સ્વાદિષ્ટ અને સુપોષિત આહાર બનાવી શકાય તેમ બહેનોની સુઝબુઝની ઝલક દેખાઈ હતી. તેમજ બહેનોને ભારતીય પાકશાસ્ત્રની કલામાં વધુ પ્રોત્સાહન મળે તે માટે આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

“આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ”ની ઉજવણીમાં કોટડાસાંગાણીના મામલતદારશ્રી જે.બી.જાડેજા, તાલુકા વિકાસ અધિકારીશ્રી રોનકભાઈ થોરીયા, વિસ્તરણ અધિકારીશ્રી મુલિયાભાઈ, બાળવિકાસ યોજનાના અધિકારીશ્રી પૂજાબેન જોશી, કારોબારી ચેરમેનશ્રી ધીરુભાઈ કોરાટ સહીત સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને આઈ.સી.ડી.એસ. સ્ટાફ અને કાર્યકર બહેનોએ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!