GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કુમાર શાળા ખાતે રમતોત્સવની ઉજવણી અંતર્ગત શાળાના બાળકોએ અલગ-અલગ ૧૫ સ્પર્ધાઓમાં ભાગ લીધો

તારીખ ૦૨/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ તારીખ ૦૨.૦૧. ૨૦૨૪ ને મંગળવારે કાલોલ શહેર સ્થિત કુમાર શાળા ખાતે રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓએ અલગ અલગ પંદરેક સ્પર્ધાઓમાં ભાગ લીધો.સાથે સાથે કાલોલ કુમાર શાળાના સ્ટાફ મિત્રોએ પણ રમતો રમવાનો આનંદ માણ્યો હતો.જેમાં આજની આ રમતોમાં લીંબુ ચમચી,બોલ પાસ,હર્ડલસની વિવિધ રમતો જેવી કે માર્બલ પાસ, કબડી,ખોખો ,રસ્સા ખેંચની સ્પર્ધાઓ કરી જેમાં અલગ અલગ વર્ગો વચ્ચે બરાબરની હરીફાઈ જામી હતી.તે પ્રકારનો હેતુ આ રમતોત્સવનો હેતુ બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય અને બાળકોની બૌદ્ધિક ક્ષમતા વિકસે તે દિશામાં અગ્રેસર પ્રયાસ દાદ માંગી લે તેવો હતો. અંતે સ્પર્ધામાં વિજેતા બાળકોને શાળા તરફથી ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!