GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:IRLA સ્કીમ હેઠળના આવકવેરાને પાત્ર પેન્શનરોએ આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો મોકલવી જરૂરી

IRLA સ્કીમ હેઠળના આવકવેરાને પાત્ર પેન્શનરોએ આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો મોકલવી જરૂરી

જરૂરી તમામ વિગતો તેમજ પાનકાર્ડની નકલ તા. ૩૧-૦૧-૨૦૨૪ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી મોરબી ખાતે મોકલવાની રહેશે

મોરબી જિલ્લા તિજોરી કચેરી, ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો જેમની પેન્શનની વાર્ષિક આવક રૂ. ૭,૫૦,૦૦૦ થી વધુ હોય અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં આવકવેરાને પાત્ર થતી હોય તેવા તમામ પેન્શનરે તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો, રોકાણ કર્યાના આધાર પુરાવાઓ, ઈન્કમટેક્ષ ગણતરી પત્રક, ભરવામાં આવેલ ઈન્કમટેક્ષની વિગતો તેમજ પાનકાર્ડની નકલ તા. ૩૧-૦૧-૨૦૨૪ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી મોરબી ખાતે મોકલવાની રહેશે.

રોકાણની વિગતો આધાર પુરાવા સમયમર્યાદામા રજુ કરવામાં નહીં આવે તો આવકવેરાના નિયમોનુસાર ટીડીએસની કપાત કરી લેવામાં આવશે. પાનકાર્ડની નકલ રજુ નહીં થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરે જમા થઈ શકશે નહી તેમ મોરબીજિલ્લા તિજોરી કચેરી અધિકારીશ્રી શ્રી.બી.કે.પાઘડાળની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!