GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લાના દેવળીયા ગામે ગરબીમાં રમવા બાબતે મારામારીની ઘટના

તા.24/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

35થી વધુ લોકોના ટોળાએ અચાનક હથિયારો સાથે ગરબીમાં પ્રવેશ કરી ગરબે રમતા લોકો પર કર્યો હુમલો

ગરબીના મંડપ અને ત્યાં પડેલા વાહનોને પણ નુકસાન કરાયુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથડથી જોઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી અને હત્યા તેમ જ ધાર્મિક તહેવારોમાં છપકલા થતા હોય તેવા બનાવો સતત સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દેવળીયા ગામે નવરાત્રી દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે ત્યારે નવરાત્રી દરમિયાન ગરબે રમવાની ના પાડવામાં આવતા બિચકાયો છે 35 થી વધુ લોકોના ટોળાએ ગરબે રમી રહેલા જૂથ ઉપર હુમલો કર્યો છે અને આ ઘટનામાં સાત લોકોને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે તમામને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઘટનાને લઇ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે આ અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના દેવડીયા ગામે ભવાની ગરબી મંડળના છેલ્લા દસ વર્ષથી વિનુભાઈ અણીયાળી પ્રમુખ છે અને ગરબીનું આયોજન કરે છે ત્યારે ગરબીમાં ગરબા રમી રહેલી બહેનો દીકરીઓ સાથે રામાભાઇ વેલાભાઈ અણીયાળી અને શૈલેષભાઈ ભુપતભાઈ અણીયારીને ગરબે રમવાની બહેનો દીકરીઓ સાથે ના પાડવામાં આવતા મામલો બીજકાયો છે અને આ અંગે 35 થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે મામલો આગળ ન વધે તે પ્રકારના પ્રયાસો હાથ ધર્યા છે અને આ અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવ્યું છે લોખંડના પાઇપ ધાર્યા જેવા શસ્ત્રો સાથે હુમલો કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ અંગે હાલની પરિસ્થિતિ મુજબ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખી અને આ અંગે ઊંડાણપૂર્વક રીતે પોલીસે વિગતો મેળવી તપાસ હાથ ધરી છે ઘટનામાં ખાસ કરીને રંજનબેન વસંતબેન રૈયા બેન કુકાભાઈ કાળુભાઈ મેરા ભાઈ ગોવિંદભાઈ મુન્નાભાઈ મેરાભાઈ વિપુલભાઈ મેરાભાઇ નિતેશભાઇ કુકાભાઈ રસિકભાઈ ધીરુભાઈ વિપુલભાઈ મેરાભાઇ વસંતબેન ધીરુભાઈને ગંભીર ઇજાઓ પહોંચી છે આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીયા બનાવ ન બને તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને આ અંગે ગામમાં શાંતિ જળવાઈ તે પ્રકારના પ્રયાસો પોલીસે હાલ હાથ ધર્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના દેવડીયા ગામે ભવાની ગરબી મંડળ દ્વારા જે યોજાતી ગરબી છે તેમાં આ પ્રકારની ઘટના બની છે ખાસ કરીને ગરબીમાં બહેનો દીકરીઓ ગરબે રમતી હતી તે દરમિયાન ગરબીમાં રામાભાઇ વેલાભાઈ અણીયાળી અને શૈલેષભાઈ ભુપતભાઈ અણીયાળી આવી જઈ અને દીકરીઓ સાથે ગરબે રમવા લાગ્યા હતા ત્યારે આગેવાનો દ્વારા તેમને ગરબે રમવાની ના પાડવામાં આવી હતી ત્યારે આ બંને લોકોએ અન્ય લોકોની ઉશ્કેરણી કરી એક સંઘ કરી સામાન્ય ઇરાદો પાર પાડવા માટે લાકડી ધોકા પાઇપ જેવા શસ્ત્રો લઈ અને ગરબીમાં પહોંચ્યા હતા અને ગરબી રમી રહેલા લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં સાતથી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે ત્યારે બહેન દીકરીઓ સાથે ગરબી રમવા અંગે બોલાચાલી બાદ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!