GUJARATKHEDBRAHMA

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગર ખાતે મેરી મિટ્ટી મેરા દેશ હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાયા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગર ખાતે મેરી મિટ્ટી મેરા દેશ હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાયા

ખેડબ્રહ્મા નગરમાં નદીના કિનારે આવેલ બગીચામાં નગરપાલિકા દ્વારા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા અમૃત મહોત્સવ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાય છે ત્યારે આ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા મામલતદાર શ્રી પરમાર સાહેબ નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા વહીવટદાર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ વકીલ કાર્યકર્તાઓ ભાજપ મહિલા મોરચો સીપીઆઈ સાહેબ પીએસઆઇ ચૌહાણ સાહેબ તથા સ્ટાફ શેઠ કે ટી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો વગેરે હાજર રહ્યા
આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા સીપીઆઈ સાહેબ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવો દ્વારા શીલા કલ્પકમ ખુલ્લું મૂકવામાં આવ્યું તથા પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી મુખ્ય મહેમાન દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન આપવામાં આવ્યું તથા પધારેલા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાયને છૂટા પડ્યા હતા

અહેવાલ….કિરણ ડાભી ખેડબ્રહ્મા…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!