KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ભેડીદ્રા ગ્રામ પંચાયતમા આરટીઆઈ કરનાર એક્ટીવીષ્ટ અને પરીવાર ઉપર હુમલો કરનારા પાંચ વિરુદ્ધ કાયદેસર ફરિયાદ

તારીખ ૯ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

ભેડીદ્રા ગામના હુમલાખોરો એ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોટરસાઇકલ ને તોડફોડ કરી નુકશાન કર્યુ

કાલોલ તાલુકાના બોડીદ્રા ગ્રામ પંચાયતના યોજનાઓ વિશે ભેડીદ્રા ગામના જાગૃત નાગરીક મહેશભાઈ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ મુજબ આર ટી આઈ કરી હતી તારીખ ૪.૩.૨૦૨૩ ના રોજ બોડીદ્રા ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજાઈ હતી ત્યારબાદ તલાટિ કમ મંત્રી જયેશભાઈ પરમાર નાઓ મહેશભાઈ ને જોઈ ઉશ્કેરાઇ ગયા હતા ત્યારે મહેશભાઈ એ મોબાઇલ કેમેરા મારફતે વીડીયો ઉતરતા તલાટિ કમ મંત્રીએ ગ્રામ સભાને સ્થગિત કરી છે તેવી જાહેરાત કરી હતી ગ્રામ પંચાયત ની ગ્રામ સભા માટે પછીથી જણાવીશુ તેવુ કહી મુલત્વી રાખી હતી.તા.૦૪/૦૩/૨૦૨૩ ના રોજ બપોરના આશરે ત્રણેક વાગ્યાના વખતે બોડીદ્રા ગામ પંચાયતની મીટીંગ પંચાયતમા ગયેલા મહેશભાઈ તેઓ મોબાઇલથી ફેસબુક લાઇવ કરતા તલાટીકમ મંત્રી જયેશભાઇએ લાઇવ બંધ કરાવતા મહેશભાઈએ જણાવેલ કે તમો કયુ ખોટુ કામ કરો છો જેથી લાઇવ વિડીયો કરવા દેતા નથી.જેથી તલાટી એ ઓછી સંખ્યા હોવાના કારણે ગામ સભા મીટીંગ મોકુફરાખેલ હતી.અને તલાટીકમ મંત્રી જયેશભાઇ તથા ભેડીદ્રા ગામ ના મહિલા સરપંચ ચકુબેન મુકેશસિંહ સોલંકી તથા મુકેશસિંહ કાળુસિંહ સોલંકી તાલુકા સભ્યનાઓએ ગામના આર સી સી રોડ ને લઈ આશરે સાજના સમયે ગામના સોમસિંહ નરવતસિંહ ચૌહાણ તથા દશરથસિંહ રતનસિંહ ચૌહાણ નાઓ તેમના ઘરે આવી કહેલ કે તમારા છોકરાએ અરજી કરેલ છે.જેથી પંચાયતના કામો અટકી ગયા છે.તેમ કહી બોલાચાલી તકરાર કરેલી જેથી કાલોલ પોલીસ સ્ટેશનમા અરજી આપવા ગયેલા અને પરત ફરતા ઘર નજીક આવતા તેઓને ઘરેથી ફોન આવેલ કે તમારા ઘરે ઝઘડો થયેલ છે.અને મારા મારી થયેલ છે,અને તેવી વાત મળતા ઘરે તાત્કાલીક પહોચી જોયેલ તો મોટાભાઈ સુરેન્દ્રસિંહ તખતસિંહ ચૌહાણ નાઓના માથાના ભાગે તથા ડાબા હાથે ઇજાઓ થયેલ હતી.જેથી તેઓને પુછતા તેઓએ જણાવેલ કે સાજના આશરે સાડા આઠેક વાગ્યાના સુમારે ગામના (૧) સોમિસહ નરવતસિંહ ચૌહાણ તથા (૨) દશરથસિંહ રતનસિંહ ચૌહાણ તથા (૩) બળવંતસિંહ રતનસિંહ ચૌહાણ તથા (૪) સુનીલભાઇ ઉર્ફે ગબો ભિખાભાઇ ચૌહાણ તથા (૫) નિલેશભાઇ ભિખાભાઇ ચૌહાણ નાઓ આવેલા અને ખોટી માબેન સમાણી બિભત્સ ગાળો બોલી કહેલકે તમારા ભાઇ મહેશભાઇ નાઓ અમારા ફળીયાના કામો થવા દેતા નથી.તેમ કહેતા તેઓને ગાળો બોલવાની ના પાડેલી જેથી તેઓ એકદમ ઉશ્કેરાઇ ગયેલા ત્યારે આરોપી નં.૧. સોમિસહ નરવતસિંહ ચૌહાણ નાઓએ તેના હાથમાની પાઇપ માથાના ભાગે મારી દીધેલ તથા નં.૨. દશરથસિંહ રતનસિંહ ચૌહાણ નાઓએ તેના હાથમાની લાકડી ડાબા હાથના કાડાના ભાગે મારી દીધેલ.તથા નં.૪. સુનીલભાઇ ઉર્ફે ગબો ભિખાભાઇ ચૌહાણ નાઓએ તેના હાથમાની લાકડી બરડાના ભાગે મારી દીધેલ.તથા નં.૩,૫ બળવંતસિંહ રતનસિંહ ચૌહાણ તથા નિલેશભાઇ ભિખાભાઇ ચૌહાણ નાઓએ ગડદાપાટુનો માર મારેલ જેથી નજીક નાઓ આવી જતા વધુ મારમારવાથી છોડાવેલ.અને આ તમામે મારી નાખવાની ધમકીઓ આપી જતા રહેલા હોવાનુ ફરિયાદ મા જણાવેલ છે ત્યારબાદ ૧૦૮ ને ફોન કરી સુરેન્દ્રસિંહના ઓને ગોધરા સરકારી દવાખાનામા મોકલેલા અને થોડીવાર પછી મિત્ર દિગ્વીજયસિંહ રાઠોડ રહે કંથરીયાની મુવાડીનાઓ આ ઝઘડો કરનાર માણસોને કહેવા જતા રસ્તામા (૧) સોમસિંહ નરવતસિંહ ચૌહાણનાઓ મળેલા અને તે ઓને કહેલ કે તમોએ ભાઇને કેમ મારેલ છે તેમ કહેતા તે તથા (૨) દશરથસિંહ રતનસિંહ ચૌહાણ તથા (૩) દિલીપભાઇ મંગળભાઇ ચૌહાણ તથા (૪) નિલેશભાઇ ભિખાભાઇ ચૌહાણ નાઓએ ખોટી ગાળો આપી સોમિસહ નરવત સિંહ ચૌહાણ નાઓએ મહેશભાઈની મો.સા.ને પાઇપો મારી નુકશાન કરેલ અને મહેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ગોધરા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.જે સમગ્ર બનાવ ની કાલોલ પોલીસ દ્વારા ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે જઈ ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!