AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા કોંગ્રેસનાં યુવા નેતા આદિજાતિ મોરચાની બેઠકમાં પધારનાર મુખ્યમંત્રીને રજૂઆત કરે તે પહેલા જ ડિટેન કરાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે મુખ્યમંત્રી પધારનાર હોવાથી ડાંગ જિલ્લાની કેટલીક સમસ્યાઓનો ઉકેલ આવે તે હેતુથી સમસ્યાઓની રજૂઆત યુવા કોંગ્રેસનાં નેતા સંતોષ ભુસારા દ્વારા કરવામાં આવનાર હતી. પરંતુ રજૂઆત કરવામાં આવે તે પહેલા જ સાપુતારા પોલીસ દ્વારા તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. અને ત્યાં કોંગ્રેસના યુવા નેતાનું નિવેદન લેવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાની પ્રજાના કેટલાક પ્રશ્નોને લઈને આ અગાઉ કલેક્ટરને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં પણ આજ દિન સુધી પ્રશ્નનો નિરાકરણ કરવામાં આવેલ નથી.ત્યારે  સાપુતારા ખાતે તા.૨૫ /૦૭/૨૦૨૪ ના રોજ મુખ્યમંત્રી પધારવાના હતા. જેથી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવા મંત્રી સંતોષભાઈ ભવાનભાઈ ભુસારા એ મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઈ પ્રજાના પડતર પ્રશ્નોની રજૂઆત કરનારા હતા. જોકે મુખ્યમંત્રીનો સાપુતારા ખાતેનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવા મંત્રી દ્વારા જે રજૂઆત કરવામાં આવનાર હોય તે અંગે સોશિયલ મીડિયામાં મેસેજ પણ કર્યા હતા.આ મેસેજને પગલે સાપુતારા પોલીસ દ્વારા આ યુવા નેતાને ઘરેથી ડિટેન કર્યા હતા.અને સાપુતારા પોલીસ મથકમાં લઇ જઇ આ યુવા નેતાનું નિવેદન લેવામાં આવ્યું હતું.ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવા મંત્રી સંતોષ ભૂસારા એ પોતાના નિવેદનમાં લખી જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીના સાપુતારા ખાતેનો પ્રવાસ હોય જેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજ બાબતે હાલ આવી કોઈ રજૂઆત કરવામાં આવનાર નથી.અને આ રજૂઆત ને મુલતવી રાખેલ છે. ભવિષ્યમાં આવી કોઈ રજૂઆત કરવાની રહેશે તો પોલીસને અગાઉથી જાણ કરીશ.જોકે યુવા નેતાને પોલીસ મથકે લઈ જવામાં આવતા કેટલાક લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી. તેમજ યુવા નેતાને પોલીસ લઈ જતા પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળ્યા હતા..

Back to top button
error: Content is protected !!